મોદી સ્ટેડિયમમાં 1લી ફેબ્રુ.એ ન્યૂઝીલેન્ડ સામે T20 મેચ, રૂ.500થી લઈને 10000 સુધીની ટિકિટ, બુકિંગ શરૂ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1લી ફેબ્રુઆરીના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20 મેચ રમાવાની છે. જેને લઈને અત્યારથી ટિકિટનું ઓનલાઈન બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. Bookmyshow વેબસાઈટ પર ટિકિટના ભાવ રૂ.500થી લઈને રૂ.10000 સુધી રાખવામાં આવ્યા છે અને ક્રિકેટ ફેન્સ અહીંથી ઓનલાઈન પોતાની ટિકિટ મેળવી શકે છે.

આ પણ વાંચો: મોહમ્મદ શમીને કોર્ટમાંથી ઝટકો, પત્ની હસીન જહાંને દર મહિને આટલું ભરણપોષણ ચૂકવવું પડશે

કઈ ટિકિટનો કેટલો ભાવ?
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આમ તો 1.15 લાખ જેટલા ક્રિકેટ દર્શકો એક સાથે બેસીને મેચની મજા માણી શકે છે. અત્યારે સ્ટેડિયમના વિવિધ બ્લોકમાં ટિકિટનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં L,K અને Q બ્લોકમાં માત્ર રૂ.500 ટિકિટનો ભાવ રાખવામાં આવ્યો છે. જ્યારે B,C,F, અને G બ્લોકમાં રૂ.1000ની ટિકિટ રાખવામાં આવી છે. જ્યારે સૌથી મોંઘી ટિકિટ અદાણી બેંકવેટમાં છે. જેમાં એક સીટનો ભાવ રૂ.10000 રાખવામાં આવ્યો છે. ઉપરાંત મેદાનમાં ઉપરની તરફ આવેલા R અને J બ્લોકની ટિકિટનો ભાવ રૂ.2000 અને 2500 રાખવામાં આવ્યો છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: KL રાહુલનો હાથ પકડી આથિયાએ લીધા સાત ફેરા, સામે આવી લગ્નની પહેલી તસવીર

ADVERTISEMENT

ન્યૂઝીલેન્ડની ટીમ 3 ટી-20 મેચો રમશે
નોંધનીય છે કે, ભારત પ્રવાસે આવેલી ન્યૂઝીલેન્ડની ટીમ ત્રણ ટી-20 મેચ રમવાની છે. જેમાં પ્રથમ ટી-2 મેચ રાંચીમાં 27મી જાન્યુઆરીએ રમાશે. આ બાદ 29મીએ લખનૌમાં બીજી ટી-20 મેચ રમાવાની છે. જ્યારે 1લી ફેબ્રુઆરીએ અમદાવાદમાં સાંજે 7 વાગ્યાથી ટી-20 મેચ રમાવાની છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT