ભારત જોડો યાત્રા: રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અજાણ્યા પત્રથી ખળભળાટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ઈન્દોર: ભારત જોડો યાત્રાના મધ્ય પ્રદેશ પહોંચતા પહેલા જ ઈન્દોરમાં રાહુલ ગાંધીના નામથી ધમકી ભરેલો પત્ર મળતા હડકંપ મચી ગયો છે. આ પત્રમાં રાહુલ ગાંધીને મારવાની ધમકી આપવામાં આવી છે. પોલીસ હવે આ મામલાની તપાસમાં લાગી છે.

ધમકી ભર્યો પત્ર મળી આવતા પોલીસ એક્શનમાં
વાયનાડથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો પત્ર ઈન્દોરમાંથી મળ્યો છે. જાણકારી મુજબ, શુક્રવારે સવારે એક મિઠાઈની દુકાન બહાર અજ્ઞાત શખ્સ આ પત્ર મૂકી ગયો હતો. પોલીસે આસપાસના સીસીટીવી ફુટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ઘ પોલીસે ગુનો નોંધ્યો
આ પત્રમાં ‘ભારત જોડો યાત્રા’ના ઈન્દોર પહોંચવા પર રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. પોલીસે આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ કલમ 507 હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

ADVERTISEMENT

આજે ભારત જોડો યાત્રાને 72મો દિવસ
નોંધનીય છે કે, આજે ભારત જોડો યાત્રાને 72મો દિવસ છે. અને 20મી નવેમ્બરે તે બુલઢાણા જિલ્લા (મહારાષ્ટ્ર)થી જલગાંવ જામોદથી મધ્ય પ્રદેશના બુરહાનપુરમાં પ્રવેશ કરશે. આ બાદ 21 નવેમ્બરે વિરામ લેવામાં આવશે. આ બાદ 21 નવેમ્બરે વિરામ લેવામાં આવશે. 3 ડિસેમ્બરે રાજસ્થાનના કોટા જિલ્લામાં જતા પહેલા યાત્રા મધ્ય પ્રદેશમાં 13 દિવસમાં 6 જિલ્લામાંથી પસાર થશે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી જનારી ‘ભારત જોડો યાત્રા’ લગભગ 150 દિવસોમાં 12 પ્રદેશોમાંથી પસાર થશા 3570 કિલોમીટરનું અંતર કાપશે. 7મી સપ્ટેમ્બરથી તમિલનાડુના કન્યાકુમારીથી આ યાત્રાની શરૂઆત થઈ હતી.

    follow whatsapp

    ADVERTISEMENT