MANIPUR માં માનવતા પર જોખમ, ભાજપના લોકો ધાબળો ઓઢીને ઘી પી રહ્યા છે
મણિપુર : બે મહિલાઓને નગ્ન કરીને ફેરવવા મામલે રાજકારણ તેજ થઇ ચુક્યું છે. સમગ્ર વિપક્ષ ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન…
ADVERTISEMENT
મણિપુર : બે મહિલાઓને નગ્ન કરીને ફેરવવા મામલે રાજકારણ તેજ થઇ ચુક્યું છે. સમગ્ર વિપક્ષ ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધી રહ્યા છે. વિપક્ષના અનેક નેતાઓ રાજીનામાની માંગ કરી ચુક્યા છે. આ મામલે ચોતરફથી ફિટકાર આવી રહ્યું છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને બટકબોલા નેતા રાજદ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કેન્દ્ર સરકારને આ સમગ્ર મામલે ઘેરી હતી.
લાલુએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા લખ્યું કે, મણિપુર લોકશાહી, લોકલાજ, વિશ્વાસ, સંસ્કૃતિ, સૌહાર્દ, સંવાદ અને માનવતાની જાહેરમાં હત્યા થઇ છે. નફરત અને હિંસા ફેલાવનારી પાર્ટીના લોકો ધાબળો ઓઢીને ઘી પી રહ્યા છે. આ લોકોને પ્રેમ, સૌહાર્દ, માનવતા સામાજિક એકતા અને ભારતીય સભ્યતા સામે કોઇ લેવા દેવા નથી. મણિપુરમાં જે થઇ રહ્યું છે તે ખુબ જ શરમજનક ઘટના છે.
લલનસિંહે કહ્યું પીએમ મોદી જવાબ આપે
જદયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે કહ્યું કે, મણિપુરની ઘટના માનવતાને શરમજનક ઘટના કરનારી છે. વિદેશમાં પોતાના નામનો જયકારો લગાવનારા વડાપ્રધાને માનવતા પ્રત્યે સંવેદના છે કે નહી ? પીએમ મોદી વિદેશમાં પોતાનો જય જયકાર કરતા રહે છે. દેશમાં મહિલાઓ પુત્રીઓ સાથે આ પ્રકારની ઘટના બની રહી છે. આ મામલે વડાપ્રધાન મોદીને જવાબ આપવો જોઇએ. આ પ્રકારની અમાનવીય ઘટનાથી સમગ્ર દેશનું માથુ શરમથી ઝુકી ગયું છે. વડાપ્રધાનનું મૌનવ્રત તોડી દેવું જોઇએ.
ADVERTISEMENT
મહિલાઓ સાથે સામૂહિક દુષ્કર્મનો પણ આરોપ છે
મણિપુરમાં ચાલી રહેલા હિંસા વચ્ચે માનવતા શરમજનક કરનારો વીડિયો સોશિયલ મીડિયા પર તરી રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, લોકોના ટોળા બે મહિલાઓને નિર્વસ્ત્ર પરેડ કરાવી રહ્યું છે. આ દરમિયાન કથિત રીતે મહિલાઓ સાથે સામુહિક દુષ્કર્મ કરવાનો પણ આરોપ છે. વીડિયો સામે આવ્યા બાદ વિપક્ષ આ મુદ્દે સરકારને ઘેરી રહ્યા છે. મોનસુન સત્ર દરમિયાન પણ આ મુદ્દાઓ પર હોબાળાની શક્યતા છે. સરકાર પણ સંસદમાં મણિપુર હિંસા અંગે ચર્ચા માટે તૈયાર થઇ ચુકી છે.
ADVERTISEMENT