ભાજપ અને કોંગ્રેસના આ MLA ને મળ્યો શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ

ADVERTISEMENT

best Mla
best Mla
social share
google news

અમદાવાદ: ભૂપેન્દ્ર પટેલ સરકારનું અંતિમ વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે. ત્યારે   આજે વિધાનસભા ગૃહની કામગીરી શરૂ થતા વિધાનસભાના અધ્‍યક્ષ ડો. નીમાબેન આચાર્ય દ્વારા વર્ષ-ર૦ર૧ અને વર્ષ-ર૦રર ના વર્ષમાં શ્રેષ્‍ઠ કામગીરી બદલ ધારાસભ્‍યોને સન્માનિત કરવામાં આવ્યા છે. આજે જે બે ધારાસભ્‍યોને શ્રેષ્‍ઠ ધારાસભ્‍યનો એવોર્ડ આપવામાં આવ્‍યો તેમાં ભાજપના જીતુ સુખડીયા અને કોંગ્રેસમાંથી શૈલેષ પરમારનો સમાવેશ થાય છે.

14 મી વિધાનસભાનું અંતિમ સત્ર ચાલી રહ્યું છે ત્યારે સત્રના અંતિમ દિવસે વર્ષે શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડમાં વર્ષે 2021 માટે ભાજપના ધારાસભ્ય જીતુ સુખડીયા અને વર્ષ 2022 માટે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારને સન્માનિત કરવામાં આવ્યા છે. આ અગાઉ ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા અને મોહનસિંહ રાઠવાને આ એવોર્ડથી સન્‍માનનિત કરવામાં આવ્‍યા હતાં.

જાણો ક્યારથી થઈ શરૂઆત
ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ 2019થી ‘શ્રેષ્ઠ ધારાસભ્ય’નો એવોર્ડ આપવાની પ્રથમવાર જાહેરાત કરી છે. જેના માટે પસંદગી સમિતિ અને પસંદગી માટે ધોરણો ઠરાવતા નિયમો પણ જાહેર કરવામાં આવ્યા હતા. ધારાસભ્યોને તેમની ફરજો અને જવાબદારીઓ સારી રીતે નિભાવવાની પ્રેરણા મળે તે માટે આ એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ADVERTISEMENT

સંસદમાં વર્ષ 1995થી એવોર્ડ આપવામાં આવે છે
વર્ષ 1995થી સંસદના બન્ને ગૃહો એવા રાજ્યસભા અને લોકસભાના વર્તમાન સભ્યોને ઉત્કૃષ્ટ કામીગીર બદલ ‘આઉટસ્ટેન્ડિગ પાર્લામેન્ટ્રીયન’ એવોર્ડ આપવામાં આવે છે. તેમજ આસામ, રાજસ્થાન, કર્ણાટક, ઝારખંડ, ઉત્તરાખંડના વિધાનસભાના વર્તમાન સભ્યોને દર વર્ષે ‘શ્રેષ્ઠ ધારાસભ્ય’નો એવોર્ડ આપવામાં આવે છે.

    follow whatsapp

    ADVERTISEMENT