IPL 2023 ની આ છે બેસ્ટ ઇલેવન… વિરાટ કોહલી-રિંકુ સિંહ સહિત આ ખેલાડીઓ સામેલ

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની લીગ પૂર્ણ થવા તરફ છે. ગુજરાત ટાઇટન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પ્લેઓફમાં પહોંચી ગઈ છે. લીગ તબક્કામાં, ઘણા ખેલાડીઓએ તેમના પ્રદર્શનથી ચાહકોનું મનોરંજન કર્યું અને તેમની ટીમોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું. ત્યારે આ રહી IPL 2023 ની શ્રેષ્ઠ ઇલેવન.

ફાફ ડુ પ્લેસિસ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન અને સ્ટાર ઓપનર ફાફ ડુ પ્લેસિસની આઈપીએલ કારકિર્દીની શ્રેષ્ઠ સિઝન હતી. લીગ તબક્કાના અંત સુધીમાં, તે નંબર વન રન સ્કોરર હતો. ડુ પ્લેસિસે 14 મેચોમાં 56.15ની એવરેજ અને 153.68ના સ્ટ્રાઈક રેટથી 730 રન બનાવ્યા, જેમાં તેણે આઠ અડધી સદી ફટકારી.

શુભમન ગિલ
શુભમન ગિલે IPL 2023 ની છેલ્લી બે મેચોમાં ધમાકેદાર સદી ફટકારી હતી. તેણે શાનદાર બેટિંગ કરતા આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગિલે 14 મેચોમાં 56.67ની એવરેજ અને 152.46ના સ્ટ્રાઈક રેટથી 680 રન બનાવ્યા છે, જેમાં બે સદી અને ચાર અડધી સદી છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

વિરાટ કોહલી
બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ IPL 2023માં ઓપનર બેસ્ટમેન તરીકે જોવા મળ્યો હતો. કોહલી તેના શાનદાર પ્રદર્શનને કારણે તે આ યાદીમાં ત્રીજા નંબર પર છે. કોહલીએ 14 મેચોમાં 53.25ની એવરેજ અને 139.82ના સ્ટ્રાઈક રેટથી 639 રન બનાવ્યા, જેમાં બે સદી અને છ અડધી સદીનો સમાવેશ થાય છે. સતત બે સદી ફટકારીને, તે IPL ઈતિહાસમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી પણ બની ગયો.

સૂર્યકુમાર યાદવ
મુંબઈ ઈન્ડિયન્સનો બેટ્સમેન સૂર્યકુમાર યાદવ શરૂઆતની મેચોમાં કોઈ ખાસ પ્રદર્શન કર્યું ન હતું. પરંતુ પછી ધમાકેદાર વાપસી કરી હતી. સૂર્યકુમારે અત્યાર સુધી 14 મેચોમાં 42.58ની એવરેજ અને 185.14ના સ્ટ્રાઈક રેટથી 511 રન બનાવ્યા છે. જેમાં તેણે એક સદી અને ચાર અડધી સદી ફટકારી છે.

ADVERTISEMENT

હેનરિક ક્લાસેન
વિકેટ-કીપર બેટ્સમેન હેનરિક ક્લાસેન એકમાત્ર સનરાઈઝર્સ હૈદરાબાદનો ખેલાડી હતો જેણે રન બનાવ્યા હતા. ક્લાસને 12 મેચોમાં 49.78ની એવરેજ અને 177.07ના સ્ટ્રાઈક રેટથી 448 રન બનાવ્યા, જેમાં એક સદી અને બે અડધી સદી ફટકારી.

ADVERTISEMENT

રિંકુ સિંહ
KKRનો રિંકુ સિંહ આ સિઝનનો સર્વશ્રેષ્ઠ ફિનિશર સાબિત થયો. રિંકુ આ સિઝનમાં ક્રમમાં નીચે બેટિંગ કરવા આવ્યો હતો અને તેના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા હતા. રિંકુએ 14 મેચમાં 59.25ની એવરેજ અને 139.52ની સ્ટ્રાઈક રેટથી 474 રન બનાવ્યા, જેમાં તેણે ચાર અડધી સદી ફટકારી.

રાશિદ ખાન
ગુજરાત ટાઇટન્સના સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાને પણ સ્પિનનો જાદુ બતાવ્યો અને બેટથી પણ યોગદાન આપ્યું. રાશિદે 14 મેચમાં 24 વિકેટ લીધી અને લીગ સ્ટેજ સુધી સૌથી વધુ વિકેટ લેવાના મામલે સંયુક્ત રીતે પ્રથમ સ્થાન મેળવ્યું. આ સિવાય 6 ઇનિંગ્સમાં 237.50ની સ્ટ્રાઇક રેટથી બેટિંગમાં 95 રન બનાવ્યા.

મોહમ્મદ શમી
ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ સતત બીજી સિઝનમાં ગુજરાત ટાઇટન્સ માટે શાનદાર બોલિંગ કરી હતી. અત્યાર સુધીમાં શમીએ 14 મેચમાં 24 વિકેટો લીધી હતી અને સૌથી વધુ વિકેટ લેવાની બાબતમાં સંયુક્ત રીતે પ્રથમ સ્થાને હતો.

પિયુષ ચાવલા
અનુભવી સ્પિનર ​​પીયૂષ ચાવલા આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનો સર્વશ્રેષ્ઠ બોલર સાબિત થયો છે. તેણે મુંબઈને પ્લેઓફમાં લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અત્યાર સુધી પિયુષે 14 મેચમાં 7.81ના ઈકોનોમી રેટથી 20 વિકેટ લીધી છે.

યુઝવેન્દ્ર ચહલ
ગત સિઝનમાં પર્પલ કેપ જીતનાર રાજસ્થાન રોયલ્સના યુઝવેન્દ્ર ચહલે આ સિઝનમાં પણ પોતાની સ્પિન બોલિંગ અદભૂત દેખાડી હતી. ચહલે આ સિઝનમાં 14 મેચમાં 21 વિકેટ લીધી હતી.

તુષાર દેશપાંડે
ચેન્નાઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેએ આ સિઝનમાં પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. શરૂઆતની મેચમાં દેશપાંડેએ પોતાની બોલિંગથી દીપક ચહરની ગેરહાજરી દૂર થવા દીધી ન હતી. દેશપાંડેએ અત્યાર સુધી 14 મેચમાં 9.52ની ઈકોનોમીથી 20 વિકેટ લીધી છે.

    follow whatsapp

    ADVERTISEMENT