આ સરકારી બેંકની મોટી જાહેરાત, ‘હજુ Adani ગ્રુપને લોન આપવા તૈયાર, શેરમાં ઘટાડાથી ગભરાતા નથી!’
નવી દિલ્હી: અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગના આરોપો બાદ અદાણી ગ્રુપની મુશ્કેલીઓમાં સતત વધારો થયો છે. આ દરમિયાન ભારતની એક મોટી સરકારી બેંકે અદાણી ગ્રુપને લઈને…
ADVERTISEMENT
નવી દિલ્હી: અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગના આરોપો બાદ અદાણી ગ્રુપની મુશ્કેલીઓમાં સતત વધારો થયો છે. આ દરમિયાન ભારતની એક મોટી સરકારી બેંકે અદાણી ગ્રુપને લઈને મોટું નિવેદન આપ્યું છે. વાસ્તવમાં બેંક ઓફ બરોડાની તાજેતરની જાહેરાતમાં અદાણી ગ્રુપ માટે મોટી રાહતના સમાચાર છે. આ બેંકનું કહેવું છે કે જો અદાણી ગ્રુપ હજુ પણ બેંક પાસેથી લોન માંગે છે તો તેના પર વિચાર કરી શકાય છે. બેંક ઓફ બરોડાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર સંજીવ ચઢ્ઢાએ કહ્યું છે કે, જો અદાણી ગ્રુપ બેંકના અંડરરાઈટિંગ ધોરણોને પૂર્ણ કરે તો બેંક ઓફ બરોડા વધુ લોન આપવા તૈયાર છે. ઉપરાંત, બેંકે કહ્યું કે, તે અદાણી ગ્રૂપના શેરોમાં આવેલા ઉતાર-ચઢાવથી પરેશાન નથી.
શેરમાં આવેલા ઉતાર-ચઢાવથી પરેશાન નથી…
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, બેંક ઓફ બરોડા કહે છે કે સારા અને ખરાબ દિવસો આવતા-જતા રહે છે. તેમણે કહ્યું કે, બેંક અગાઉ પણ અદાણી ગ્રુપને આપવામાં આવેલી લોનને લઈને ચિંતિત નથી. તેનાથી પણ આગળ, જો જૂથ નિયમો હેઠળ અરજી કરે છે, તો બેંક વધુ લોન આપવાનું વિચારશે. જો કે, તેમણે અદાણી ગ્રુપ સાથે બેંકના એકંદર એક્સપોઝર વિશે કંઈપણ જણાવવાનો ઇનકાર કર્યો હતો. આ મહિનાની શરૂઆતમાં પણ બેંક ઓફ બરોડાએ કહ્યું હતું કે, અદાણી ગ્રુપને આપવામાં આવેલી લોનને લઈને કોઈ ચિંતા નથી. કારણ કે બેલેન્સ શીટ મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં અદાણી ગ્રૂપનું એક્સ્પોઝર એટલે કે આપેલા નાણાં સમય જતાં ઘટ્યા છે.
આ પણ વાંચો: 1 લાખનું રોકાણ બન્યું 25 લાખ, 6 મહિનામાં આ સ્ટોકે જબરજસ્ત રિટર્ન આપતા રોકાણકારો માલામાલ
ADVERTISEMENT
હિંડનબર્ગ રિપોર્ટ બાદ વિપક્ષે કેન્દ્ર સરકાર પર કર્યા હતા આક્ષેપ
નોંધપાત્ર વાત એ છે કે અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડાથી રોકાણકારોને મોટો આંચકો લાગ્યો છે. હિન્ડેનબર્ગના ખુલાસા પછી, આ મુદ્દો ભારતીય રાજકારણમાં પણ જોર જોરથી ઉછળ્યો. વિપક્ષે કેન્દ્ર સરકાર પર બેંકો અને LICના પૈસા જાણીજોઈને ડૂબાડવાનો આરોપ લગાવ્યો. જો કે વિપક્ષના આક્ષેપો બાદ બેંક તરફ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું હતું. સાથે જ LICએ જણાવ્યું કે અત્યારે પણ અદાણી ગ્રુપમાં તેમનું રોકાણ નફાકારક છે.
અદાણી ગ્રૂપમાં બેન્કોના કેટલા નાણાં છે?
જમ્મુ અને કાશ્મીર બેન્ક દ્વારા કહેવામાં આવ્યું હતું કે હાલમાં તેમની પાસે અદાણી ગ્રૂપમાં રૂ. 250 કરોડનું એક્સ્પોઝર છે. દેશની સૌથી મોટી બેંક SBI પાસે અદાણી જૂથને આશરે રૂ. 27,000 કરોડનું એક્સ્પોઝર છે, જે તેની કુલ લોન બુકના માત્ર 0.8 થી 0.9 ટકા છે. પંજાબ નેશનલ બેંક પર 7000 કરોડ રૂપિયાની લોન છે. LICનું કહેવું છે કે તેની પાસે અદાણી ગ્રુપ પર 36,474.78 કરોડ રૂપિયાની લોન છે અને તે ડેટ અને ઇક્વિટીના રૂપમાં છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT