થર્ટી ફર્સ્ટ બંદોબસ્તઃ અ’વાદમાં અહીં ભૂલથી પણ સાંજે વાહન લઈને ન નીકળતા, જાણો ડાઈવર્ટ રૂટ અને ટ્રાફિક અપડેટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં ઠેર ઠેર થર્ટી ફર્સ્ટની ઉજવણીના પ્લાનિંગ ચાલી રહ્યા હશે. ત્યારે પોલીસ પણ દારૂબંધી સામે કડક પગલાં ભરી રહી છે. આ દરમિયાન રાજ્યની આંતરરાજ્ય બોર્ડર પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો વળી અમદાવાદમાં પણ ઘણા રસ્તાઓમાં પાર્કિંગથી લઈ અન્ય ચેકપોસ્ટના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાઈ શકે છે. ચલો આ બંદોબસ્ત પર વિગતવાર નજર કરીએ…

સીજી રોડ પર તો વાહનો સામે પ્રતિબંધ!
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ન્યૂ યર સેલિબ્રેશનને જોતા મોટી સંખ્યામાં લોકો અમદાવાદના કેટલાક ચોક્કસ વિસ્તારોમાં ઉજવણી કરવા પહોંચતા હોય છે. ત્યારે સીજી રોડ અને સિંધુભવન રોડ એનું હોટ સ્પોટ રહી શકે છે. આને ધ્યાનમાં રાખીને પંચવટી સર્કલથી સ્ટેડિયમ પાંચ રસ્તા સુધીના માર્ગને સાંજે 6 વાગ્યા પછી બંધ જ કરી દેવાયો છે. અહીંથી વાહનોની અવર જવર પર જ રોક લાદી દેવાઈ છે.

સર્વિસ રોડમાં પાર્કિંગ પર પ્રતિબંધ
મીડિયા અહેવાલો પ્રમાણે જ્યારે રાત્રે 8 વાગ્યાથી એસજી હાઈવેના પકવાન ચાર રસ્તાથી સાણંદ સર્કલ સુધી માર્ગમાં ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આની સાથે જ આ વિસ્તારના સર્વિસ રોડ પર પાર્કિંગ કરવાની પણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે.

ADVERTISEMENT

માલવાહક વાહનો સામે અહીં પ્રતિબંધ
નોંધનીય છે કે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એસજી હાઈવે પર તથા સિંધુભવન રોડની વાત કરીએ તો અહીં મોટી સંખ્યામાં લોકો ઉજવણી કરવા માટે આવે છે. ત્યારે પોલીસ કમિશનરના જાહેરનામા પ્રમાણે સવારે 8 થી રાતે 11 વાગ્યા સુધી મધ્યમ માલવાહક અને પેસેન્જર વાહનો પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આની સાથે જ વાહનોની ચેકિંગ સહિતની કડક તપાસ પણ હાથ ધરાશે.

    follow whatsapp

    ADVERTISEMENT