ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં આ નવા ચહેરા જોવા મળશે, જાણો શું છે નવું મંત્રીમંડળમાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે નવો જ ઇતિહાસ રચ્યો છે. આજે ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. આ સાથે જ કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીએ શપથ લીધા છે. ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારમાં 16 પ્રધાનોએ શપથ લીધાં છે. જેમાં 5 નવા ચહેરા છે. જ્યારે નરેન્દ્ર મોદી સરકારના મંત્રીને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

5 નવા ચહેરા
ભૂપેન્દ્ર પટેલની સરકારમાં 5 નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં બળવંત સિંહ રાજપૂત,   ભાનુબેન બાબરીયા, પ્રફુલ પાનસેરીયા, કુવરજી હળપતિ, ભીખુ પરમારનો સમયવેશ થાય છે.

આ મંત્રીઓને કરવામાં આવ્યા રિપીટ
ભૂપેન્દ્ર પટેલ સરકારના 20 મંત્રીઓને ચુંટણીના મેદાને ઉતારવામાં આવ્યા હતા. જેમાંથી 1 મંત્રી ચૂંટણી જીતી શક્ય ન હતા જ્યારે 19 મંત્રીઓએ મેદાન માર્યું હતું જેમાંથી 7 મંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા છે. જેમાં કનુ દેસાઈ, રૂષિકેશ પટેલ, રાઘવજી પટેલ, ડો. કુબેર ડીંડોર, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા, મુકેશ પટેલના નામનો સમયવેશ થાય છે.

ADVERTISEMENT

વિજય રૂપાણીના મંત્રીઓને આપવામાં આવ્યું સ્થાન 
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઇતિહાસ સર્જ્યો છે. આ દરમિયાન 16 પ્રધાનો સાથે ભૂપેન્દ્ર પટેલ વિધાનસભા ગૃહમાં જોવા મળશે. ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટમાં વિજય રૂપાણીના મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં કુવરજી બાવળિયા અને પુરષોતમ સોલંકીનો સમયવેશ થાય છે.

નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રીને પણ મળ્યું સ્થાન   
એક ઇતિહાસ સાથે ગુજરાતમાં 15 મી વિધાનસભાની શરૂઆયાત થઈ રહી છે. આ દરમિયાન ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટમાં નવા ચહેરા, રિપીટ  તેમજ વિજય રૂપાણીના મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ સાથે નરેન્દ્ર મોદીસરકારના મંત્રી  પુરષોતમ સોલંકી, બચુ કબાડ તેમજ મૂળુ બેરાને ભૂપેન્દ્ર પટેલનિ સરકારમાં મંત્રીમંડળનો સમયવેશ કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT