આ ઉમેદવારો ધરાવે છે હથિયારનું લાઇસન્સ, ભાજપના નેતા આમાં પણ આગળ નીકળ્યા
અમદાવાદ: ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કા માટે આજે આખરી રાત છે ત્યારે બીજા તબક્કાની ચૂંટણી માટે 5 તરીકે મતદાન થશે. આ દરમિયાન ગુજરાતની ચૂંટણી માટે મેદાને…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કા માટે આજે આખરી રાત છે ત્યારે બીજા તબક્કાની ચૂંટણી માટે 5 તરીકે મતદાન થશે. આ દરમિયાન ગુજરાતની ચૂંટણી માટે મેદાને ઉતરેલા 1621 ઉમેદવારો પૈકી 13 ઉમેદવારો એવા છે જેમના પાસે હથિયારનું લાઇસન્સ છે. જેમાં દબંગ નેતા ગણાતા મધુ શ્રીવાસ્તવ સહિત શંકર ચૌધરી અને રઘુ દેસાઇ સહિત કુલ 13 ઉમેદવાનો સમાવેશ થાય છે.
જાણો કયા પક્ષના ઉમેદવાર પાસે છે લાઇસન્સ
વિધાનસભાની ચૂંટણી લડી રહેલા હથિયારધારી ઉમેદવારોમાં મોટાભાગના ભાજપના છે. આ લિસ્ટમાં ભાજપના છ, કોંગ્રેસના પાંચ, આમ આદમી પાર્ટી (AAP)ના એક અને એક અપક્ષ ઉમેદવાર છે. સૌથી પ્રખ્યાત ઉમેદવારોમાં મધુ શ્રીવાસ્તવનો સમાવેશ થાય છે.
ભાજપના આ ઉમેદવારો પાસે છે રિવોલ્વરનું લાઇસન્સ
શંકર ચૌધરી
ચૈતન્ય દેસાઇ
અશ્વિન પટેલ
જગદીશ વિશ્વકર્મા
વિજય પટેલ
પટેલ ભગવાનભાઇ
ADVERTISEMENT
અપક્ષ આ ઉમેદવાર પાસે છે હથિયારનું લાઇસન્સ
મધુ શ્રીવાસ્તવ
આપના આ ઉમેદવાર પાસે છે હથિયારનું લાઇસન્સ
તકતસિંહ ગોહિલ
ADVERTISEMENT
કોંગ્રેસના આ ઉમેદવારો પાસે છે હથિયારનું લાઇસન્સ
રઘુ દેસાઇ
સંજય રબારી
મનહર પટેલ
બળકૃષ્ણ પટેલ
પટેલ નાથાભાઈ
ADVERTISEMENT
330 ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે
આ વખતની વિધાનસભા ચૂંટણીમાં કુલ 1621 ઉમેદવારોમાંથી 330 ઉમેદવારો (20.35 ટકા) ગુનાહિત ઈતિહાસ ધરાવે છે, કેટલાક તો ગંભીર ગુનાઓનો પણ ઈતિહાસ ધરાવે છે. ગુજરાતમં 1લી ડિસેમ્બર 2022ના રોજ પ્રથમ તબક્કામાં 89 બેઠકો મતદાન યોજાશે. પ્રથમ તબક્કાના 89 બેઠકોનો કુલ 788 ઉમેદારોમાંથી 167 ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
ADVERTISEMENT