Vastu Tips: ઘડિયાળથી લઈને પેન સુધી...જો કોઈને આ 5 વસ્તુઓ ગિફ્ટ આપી તો થશે ધનહાનિ, માં લક્ષ્મી થઈ જશે નારાજ
Gifts Vastu Tips: લગ્નથી લઈને કોઈપણ ફંક્શનમાં ગિફ્ટ આપવાની પ્રથા ઘણી જૂની છે. લોકો એકબીજાને જન્મદિવસ પર ભેટ આપે છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
લગ્નમાં ગિફ્ટ આપવાની પ્રથા છે ઘણી જૂની
ગિફ્ટમાં ક્યારેય ન આપવી જોઈએ આ વસ્તુઓ
ગિફ્ટ આપવાથી થશે સંબંધોમાં આવશે ખટાશ!
Gifts Vastu Tips: લગ્નથી લઈને કોઈપણ ફંક્શનમાં ગિફ્ટ આપવાની પ્રથા ઘણી જૂની છે. લોકો એકબીજાને જન્મદિવસ પર ભેટ આપે છે. પરંતુ ગિફ્ટમાં કેટલીક વસ્તુઓ એવી છે, જે કોઈને ગિફ્ટમાં ન આપવી જોઈએ, નહીં તો તેનાથી તમારા સંબંધોમાં અંતર પણ આવી શકે છે. વાસ્તુ નિયમો અનુસાર, કેટલીક વસ્તુઓ એવી હોય થે, જેને કોઈને ગિફ્ટમાં ન આપવી જોઈએ. તેનાથી તે વ્યક્તિ તમારાથી દૂર થઈ શકે છે. આ સિવાય તમારા સંબંધોમાં ખટાશ પણ આવી શકે છે.
તીક્ષ્ણ વસ્તુઓ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ગિફ્ટમાં ક્યારેય કોઈને ધારદાર વસ્તુઓ જેમ કે ચાકુ, હથિયાર, કાતર અને તલવાર ન આપવી જોઈએ. માનવામાં આવે છે કે તીક્ષ્ણ વસ્તુઓ ભેટ આપવાથી સંબંધો ખરાબ થઈ જાય છે. આ સિવાય જે વ્યક્તિને તમે ગિફ્ટ આપી છે, તેમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે.
ઘડિયાળ
ઘણીવાર તમે જોયું હશે કે લોકો એકબીજાને ઘડિયાળો ગિફ્ટમાં આપે છે. પરંતુ વાસ્તુ નિયમો અનુસાર, ક્યારેય કોઈને ગિફ્ટમાં ઘડિયાળ ન આપવી જોઈએ. ઘડિયાળ ગિફ્ટમાં આપવાથી સંબંધો પર નકારાત્મક અસર પડે છે.
ADVERTISEMENT
ભગવાનનો ફોટો અથવા મૂર્તિ
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ભગવાનનો ફોટો અથવા મૂર્તિ ક્યારેય કોઈને ભેટમાં ન આપવી જોઈએ. ભગવાનનો ફોટો કે મૂર્તિ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે આને ભેટ તરીકે આપો છો, તો તેનો અર્થ એ છે કે તમે ભગવાનને તમારા ઘરમાંથી દૂર કરી રહ્યા છો. આ કારણે તમારા પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થતો નથી.
પેન
ઘણીવાર લોકો તેમના મિત્રોને ભેટ તરીકે પેન આપે છે. પરંતુ વ્યક્તિએ ક્યારેય ભેટ તરીકે પેન ન આપવી જોઈએ. જો તમે ગિફ્ટમાં પેન આપો છો, તો તેની ખરાબ અસર તમારા પર પડે છે સાથે જ તે વ્યક્તિ પર પણ પડે છે જેમને તમે ગિફ્ટ આપી છે.
ADVERTISEMENT
પાણી સંબંધિત વસ્તુઓ
પાણી સંબંધિત વસ્તુઓ જેવી કે માછલીઘર, કાચબા, બોટલ અને પાણી ભરવાના વાસણો વગેરેને ક્યારેય ભેટમાં ન આપવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર, પાણી સંબંધિત વસ્તુઓ ગિફ્ટ કરવાથી આર્થિક નુકસાન થઈ શકે છે. વાસ્તવમાં, એવું માનવામાં આવે છે કે જ્યારે તમે કોઈ વ્યક્તિને પાણીથી સંબંધિત વસ્તુઓ આપો છો, તો તેનો અર્થ એ છે કે તમે તેને તમારું નસીબ પણ આપી રહ્યા છો. આ તમારી નાણાકીય સ્થિતિને અસર કરે છે.
ADVERTISEMENT
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી જ્યોતિષ પર આધારિત છે અને માત્ર જાણકારી માટે જ આપવામાં આવી છે. અમે આની પુષ્ટિ કરતા નથી.
ADVERTISEMENT