રાજુલા બેઠક પર જામ્યો ત્રિપાંખિયો જંગ,જાણો આ બેઠકનો ઇતિહાસ અને રાજકીય સમીકરણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જામશે. એક તરફ ભાજપ 150 થી વધુ સીટનો દાવો કરી રહી છે બીજી તરફ 1997થી ગુજરાતમાં સત્તાથી દૂર રહેનાર કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવવાનો દાવો કરી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સફળતા બાદ આમ આદમી પાર્ટી પણ ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. ગુજરાતના ઇતિહાસની વાત કરવામાં આવ તો જયારે પણ ત્રિપાંખિયો જંગ થયો છે ત્યારે નુકશાન કોંગ્રેસને થયું છે. અમરેલી જિલ્લામાં પાટીદાર સમાજનું વર્ચસ્વ વધારી છે. અમરેલી જિલ્લાની 5 બેઠક માંથી 4 બેઠક પર પાટીદાર આગેવાન ધારાસભ્ય છે. અમરેલી જિલ્લાની રાજુલા બેઠકનું સમીકરણ અમરેલી જિલ્લાની અન્ય બેઠકોના સમીકરણથી અલગ તરી આવે છે. અમરેલી જિલ્લાની ચાર બેઠક પાર પાટીદારનું પ્રભુત્વ છે ત્યારે રાજુલા બેઠક પર કોળી સમાજ અને આહીર સમાજનું વર્ચસ્વ છે.

વર્ષ 2017
વર્ષ 2017ની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં ભાજપ વિરુદ્ધ વાતાવરણ જોવા મળ્યું હતું. હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણી સમગ્ર ચૂંટણી દરમિયાન ચર્ચામાં રહ્યા હતા. ભાજપ માટે કપરા ચડાણ હતા. છતાં ભાજપ બહુમત મેળવવામાં સફળ રહ્યું હતું. અમરેલી જિલ્લાની રાજુલા બેઠકની વાત કરવામાં આવે તો ભાજપે આ બેઠક પર હીરા સોલંકીને મેદાને ઉતાર્યા હતા જેમાં અમરીશ ડેરને 50.86% એટલેકે 83818 મત મળ્યા હતા અને ભાજપના ઉમેદવાર હીરાભાઈ સોલંકીને 43.14% એટલેકે 71099 મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર અમરીશ ડેરનો વિજય થયો હતો. આ બેઠક પર 66.48% મતદાન થયું હતું અને વર્ષ 2017માં આ બેઠક પર કુલ 7 ઉમેદવાર મેદાને હતા

રાજુલા બેઠકનું ગણિત
અમરેલી જિલ્લાની રાજુલા વિધાનસભા બેઠક પર આહીર સમાજ તેમજ કોળી સમાજનું પ્રભુત્વ છે. વિધાનસભાની રાજુલા બેઠકની જનતાએ 2007, 2012 માં ભાજપના ઉમેદવારને વિજેતા બનાવ્યા હતા. 2017માં કોંગ્રેસના ઉમેદવારને વિજેતા બનાવ્યા હતા. રાજુલા વિધાનસભાની બેઠકમાં કુલ 2,71,565 મતદાર છે જેમાં 1,40,057 પુરુષ મતદારો છે જયારે 1,31,911 સ્ત્રી મતદારો છે. રાજુલા વિધાનસભાની બેઠકમાં રાજુલા, જાફરાબાદ અને ખાંભા આમ ત્રણ તાલુકાનો સમાવેશ થાય છે. ખાંભા તાલુકાનો થોડો હિસ્સો ધારી વિધાનસભામાં પણ આવેલો છે.

ADVERTISEMENT

આમ અમરેલી જિલ્લો રાજકીય વર્ચસ્વ ધરાવતો જિલ્લો છે અને હાલ અમરેલી જિલ્લાની રાજુલા બેઠક પર અમરીશ ડેર સીટીંગ ધારાસભ્ય છે. આ ઉપરાંત આ બેઠક પર કોળી સમાજના નેતા હીરા સોલંકીની પકડ મજબૂત છે. ભાજપ આ સીટ પરત લેવા વર્ચસ્વની લડાઈ લડશે. કોંગ્રેસ આ સીટ બચાવવા અને ભાજપ આ સીટ ફરી મેળવવા રણનીતિ ઘડશે. અમરીશ ડેર પક્ષ પલટો કરે તેવી અનેક વખત અટકળો વહેતી થઈ હતી. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પણ ડેર સાથે ટેલિફોનિક વાત કરી હતી.

રાજુલા બેઠક પર હીરા સોલંકીનો દબદબો
રાજુલા 98 વિધાનસભા વિસ્તાર કે જેમાં રાજુલા, જાફરાબાદ, ખાંભા વિસ્તાર આવે છે. આ બેઠક વર્ષોથી ભાજપના કબ્જામાં હતી. આ બેઠક પર વર્ષ 1998થી 2012 સુધી ભાજપે શાસન કર્યું છે. મહત્વની વાત એ છે કે આ તમામ 4 ટર્મમાં હીરાભાઇ ઓધવજીભાઇ સોલંકીએ જીત મેળવી હતી. જોકે, ગત વિધાન સભા 2017ની ચૂંટણીમાં ભાજપ તરફી વાતાવરણ ન રહ્યું અને બેઠક કોંગ્રેસના કબ્જામાં જતી રહી હતી. હાલ આ બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા અમરીશ ડેર ધારાસભ્ય હતા.

ADVERTISEMENT

બેઠક પર વિવાદ
રાજુલા શહેરમાં વચોવચ રેલવેની ખાલી પડેલી પડતર જમીન નગરપાલિકાને સોંપી દેવા માટે રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરે માંગ સાથે 10 દિવસથી ઉપવાસ આંદોલન પર બેઠા હતા. ત્યારે પોલીસે ઉપવાસ આંદોલનના સ્થળેથી અમરીશ ડેરની અટકાયત પણ કરી હતી. આ સાથે ધારાસભ્ય ડેર અનેક વખત ભાજપમાં જોડાય છે તેવી અટકળો લાગી હતી પરંતુ ફરી કોંગ્રસે અમરીશ ડેર પર ભરોસો રાખે મેદાને ઉતાર્યા છે.

ADVERTISEMENT

2022ના ઉમેદવારો
ભાજપ- હીરા સોલંકી
કોંગ્રેસ- અંબરીશ ડેર
અપક્ષ- શિવાભાઈ વાઘ
આપ- ભરત બલદાણિયા
અપક્ષ- મુક્તાબેન પરમાર
ગુજરાત નવનિર્માણ સેના- ચંપૂભાઈ ધાખડા
અપક્ષ- શ્વેતાબેન વાઘેલા
અપક્ષ- હરસૂર વાઘ
અપક્ષ- કરજણ બારૈયા
અપક્ષ- પુષ્પાબેન પરમાર
અપક્ષ- ચંપાબેન રાઠોડ
અપક્ષ- વિજયાબેન પરમાર
અપક્ષ- ગીતાબેન પરમાર
સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા – ગાહા મજીદભાઈ
અપક્ષ- રાજેશભાઇ જોશી

કોનું પલડું રહ્યું ભારે
1962- INC ના ઉમેદવાર છોટાલાલ મહેતા વિજેતા થયા
1967- INC ના ઉમેદવાર જે. મહેતા વિજેતા થયા
1972- INC ના ઉમેદવાર જશવંત મહેતા વિજેતા થયા
1975- INC ના ઉમેદવાર જશવંત મહેતા વિજેતા થયા
1980- INC (I)ના ઉમેદવાર પ્રતાપભાઈ વરુ વિજેતા થયા
1985- INC ના ઉમેદવાર ખોડાભાઈ નકુમ વિજેતા થયા
1990- JDના ઉમેદવાર મધુભાઈ ભુવા વિજેતા થયા
1995- INC ના ઉમેદવાર મધુભાઈ ભુવા વિજેતા થયા
1998- BJP ના ઉમેદવાર હીરાભાઈ સોલંકી વિજેતા થયા
2002- BJP ના ઉમેદવાર હીરાભાઈ સોલંકી વિજેતા થયા
2007- BJP ના ઉમેદવાર હીરાભાઈ સોલંકી વિજેતા થયા
2012- BJP ના ઉમેદવાર હીરાભાઈ સોલંકી વિજેતા થયા
2017- INCના ઉમેદવાર અમરીશભાઈ ડેર વિજેતા થયા

    follow whatsapp

    ADVERTISEMENT