જામનગર ગ્રામ્ય બેઠક પર જામશે ખરાખરીનો જંગ, જાણો આ બેઠકનું રાજકીય સમીકરણ
અમદાવાદ: ગુજરાતમાં ત્રિ-પાંખિયા જંગના ચોખટા ગોઠવવાઇ ચૂક્યા છે. મતદારોને રિઝવવા અને પોતાના તરફ કરવાના અલગ અલગ પાસા ફેંકવાની શરૂઆત થઇ ચુકી છે ત્યારે સૌરાષ્ટ્રના જામનગર…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં ત્રિ-પાંખિયા જંગના ચોખટા ગોઠવવાઇ ચૂક્યા છે. મતદારોને રિઝવવા અને પોતાના તરફ કરવાના અલગ અલગ પાસા ફેંકવાની શરૂઆત થઇ ચુકી છે ત્યારે સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાની જામનગર ગ્રામ્ય વિધાનસભાનું મહત્વ વધુ રહેશે. ત્યારે જામનગરની ગ્રામ્ય બેઠકનું રાજકીય સમીકરણ રસપ્રદ છે. ભાજપે ફરી રાઘવજી પટેલને મેદાને ઉતાર્યા છે ત્યારે આ બેઠક પર 6 ઉમેદવાર મેદાને છે.
શા માટે આ બેઠક હાલ ચર્ચામાં?
વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને હારનો સ્વાદ ચખાડી ધારવીયા વલ્લભભાઈએ વિધાનસભા તરફ આગે કુચ કરી હતી પરંતુ તે સમયે વાતાવરણ કોંગ્રેસ તરફી હતું. પરંતુ આ વર્ષેના સમીકરણો અલગ છે. ધારવીયા વલ્લભભાઈએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાયા હતા. વલ્લભ ધારવીયા 2017માં ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા હતા. આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી અને તેમાં રાઘવજી પટેલને મેદાને ઉતારવામાં આવ્યા હતા અને તે વિજેતા થયા હતા. ભુપેન્દ્ર પટેલની સરકારમાં રાઘવજી પટેલને કૃષિ વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા છે. કૃષિમંત્રી પોતાની સીટ ટકાવી શકશે કે કોંગ્રેસ છીનવી શકશે? ભાજપ અને કોંગ્રેસની લડાઈ માં આમ આદમી પાર્ટીને ફાયદો થશે તે જોવાનું રહ્યું
સતત અસ્થિર રહી છે બેઠક
2019 ની જામનગર ગ્રામ્ય વિધાનસભા પેટાચૂંટણીમાં, ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલ 33,022 મતોથી જીત્યા, અને ફરીથી કોંગ્રેસ પાસેથી બેઠક છીનવી લીધી. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયાએ ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલને હરાવ્યા હતા. 2012ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતા રાઘવજી પટેલે ભાજપના નેતા રણછોડભાઈ ફળદુ (આર સી ફળદુ)ને હરાવ્યા હતા. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયાએ પક્ષપલટો કરીને ભાજપનો હવાલો સંભાળ્યો હતો. વલ્લભભાઈ ધારવિયા ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો હતો. આ બેઠક ખાલી પડતાં જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. અને ભાજપનો વિજય થયો હતો. ભાજપ આ વખતે આ બેઠક જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે કોંગ્રેસ પણ આ બેઠક પરત લેવાનો આગ્રહ કરી રહી છે.
ADVERTISEMENT
મતદારો
જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક ઉપર કુલ 12919 પુરૂષ મતદાર અને 122741 સ્ત્રી મતદારો મળી કુલ 251934 મતદારોનો સમાવેશ થાય છે. આ બેઠક પર સૌથી વધુ મુસ્લિમ અને ત્યારબાદ લેઉઆ અને કડવા પટેલ મતદારોની સંખ્યા વધુ છે.
જામનગર ગ્રામ્યના ઉમેદવારો
જામનગર ગ્રામ્ય બેઠક પર 6 ઉમેદવાર મેદાને છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. જામનગર બેઠકનું પ્રથમ તબક્કામાં મતદાન થશે.
ADVERTISEMENT
ચૂંટણીમાં નામ ડિકલેર થતાં કોંગ્રેસના નેતા નારાજ થયા
જામનગર ગ્રામ્યની બઠક પર કોંગ્રેસ દ્વારા જીવણભાઈ કુંભારવાડિયાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. જામનગર ગ્રામ્ય બેઠક પર કાસમભાઈ ખફીને ટિકિટ ના મળતા તેઓની નારાજ થયાં છે.પોતાની ટિકિટ કપાતા જામનગર કોંગ્રેસના લઘુમતી નેતા કાસમ ખફીએ પાર્ટી સાથે છેડો ફાડી દીધો છે.આ ચૂંટણીમાં તે બસપાના ઉમેદવાર બની મેદાને ઉતર્યા છે.
ADVERTISEMENT
ભાજપ- રઘવજી પટેલ
કોંગ્રેસ- જીવણભાઈ આહીર
આપ- પ્રકાશ દોંગા
બસપા- કાસમ નુરમામદ ખફી
અપક્ષ-ચાંદ્રા ધર્મેન્દ્ર
અપક્ષ- ભુરાલાલ પરમાર
રાજકીય ઇતિહાસ
જામનગર ગ્રામ્ય બેઠક પર વર્ષ 1975 અને વર્ષ 1980ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ભાણજી પરમારનો વિજય થયો હતો..જ્યારે વર્ષ 1985માં કોંગ્રેસના ઉમેદવાર ભૈમજી હિરાણી વિજેતા થયા હતા. વર્ષ 1990માં જનતા દળના ઉમેદવાર દિનેશ પરમારનો વિજય થયો હતો. જ્યારે વર્ષ 1995માં દિનેશ પરમારના વિજયથી કોંગ્રેસ ફરી બેઠક મેળવી હતી. પરંતુ વર્ષ 1998માં ભાજપના ઉમેદવાર મનહર ઝાલાનો અહીં વિજય થયો. ફરી વર્ષ 2002ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પરમારનો અહીંથી વિજય થયો હતો. જોકે તે બાદ સતત 2007 અને 2012ની ચૂંટણીમાં જામનગર ગ્રામ્ય બેઠક ભાજપ પાસે રહી હતી. પરંતુ 2017ની ચૂંટણીમાં ફરી કોંગ્રેસ પાસે આવી હતી. પરંતુ વલ્લભ ધારવીયાના પક્ષપલટા બાદ પેટા ચૂંટણીમાં રાઘવજી પટેલને મેદાને ઉતરી ભાજપે બેઠક મેળવી લીધી હતી.
2017નું ગણિત
જામનગર રૂલર વિધાનસભા સીટ જનરલ સીટ છે. આ સીટ પર 251934 મતદારો નોંધાયા છે. જેમાંથી 129193 પુરુષ મતદારો તથા 122741 મહિલા મતદારો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાઘવજીભાઈ પટેલ આ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર ધારવીયા વલ્લભભાઈ વેલજીભાઈ મેદાને હતા. જેમાં કોંગ્રેસના ઉમેદવારને 70750 મત (47.79%) મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવારને 64353 મત (43.47%)મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર ધારવીયા વલ્લભભાઈ વિજેતા થયા હતા.
2019 પેટાચૂંટણી
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયાએ ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલને પછડાટ આપીને વિજય મેળવ્યો હતો. વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી સમયે જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકના કોંગી ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયાએ પક્ષપલટો કરીને કેસરિયો ધારણ કર્યો હતો. વલ્લભભાઈ ભાજપમાં ભળતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. ત્યારબાદ આ બેઠક ખાલી થઈ જતા જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી. આ પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર રાઘવજી પટેલ સામે કોંગ્રેસ નેતા જયંતીભાઈ સભાયા ઊભા રહ્યાં હતાં. આ પેટા ચૂંટણીમાં કુલ 2,31,558 મતદારોમાંથી 1,50, 843 મતદારોએ મતદાન કરતા 65.13 ટકા મતદાન થયું હતું. વર્ષ 2019માં જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલ નો 33,022 મતથી વિજય થયો હતો. ભાજપે બેઠક ફરી કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે.
કોનું પલડું રહ્યું ભારે
1975- કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પરમાર ભાણજી વિજેતા થયા
1980- કોંગ્રેસ (આઈ) ઉમેદવારપરમાર ભાણજી વિજેતા થયા
1985- કોંગ્રેસના ઉમેદવાર ભૈમજી હિરાણી વિજેતા થયા
1990- જનતા દળના ઉમેદવાર દિનેશ પરમાર વિજેતા થયા
1995- કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પરમાર વિજેતા થયા
1998- ભાજપના ઉમેદવાર મનહર ઝાલા વિજેતા થયા
2002- કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પરમાર વિજેતા થયા
2007- ભાજપના ઉમેદવાર લાલજી વિજેતા થયા
2012- ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલ વિજેતા થયા
2017- કોંગ્રેસના ઉમેદવાર ધારવીયા વલ્લભભાઈ વિજેતા થયા
2019- પેટા ચૂંટણી ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલ વિજેતા થયા
ADVERTISEMENT