ભાવનગર પશ્ચિમ બેઠક પર થશે ખરાખરીનો જંગ, જાણો શું છે સમીકરણ
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીના પડઘમ સંભળાઇ રહ્યા છે. વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ગુજરાતના રાજકારણનો માહોલ સતત ગરમાતો રહે છે. ભાજપ અને કોંગ્રેસની લડાઈ…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીના પડઘમ સંભળાઇ રહ્યા છે. વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ગુજરાતના રાજકારણનો માહોલ સતત ગરમાતો રહે છે. ભાજપ અને કોંગ્રેસની લડાઈ વચ્ચે હવે મતોનું વિભાજન કરવા અને સત્તાની આશા લઈ આમ આદમી પાર્ટી મેદાને ઉતરશે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસ સત્તાથી દૂર છે ત્યારે હવે ભાજપના ગુજરાતમાં મૂળિયાં મજબૂત થઈ ચૂક્યા છે. ભાજપને સત્તાથી દૂર કરવા કોંગ્રેસ રણનીતિ ઘડી રહી છે. આમ આદમી પાર્ટી ભાવનગરની પશ્ચિમ બેઠક પર વધુ ટાર્ગેટ કરશે જેનું કારણ છે ગુજરાત ના શિક્ષણ સામે દિલ્હીના શિક્ષણ મોડલ મૂકવાની વાત થશે અને ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વઘાણીને ટાર્ગેટ કરશે.
ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠક છે. જેમાંથી ભાવનગર જિલ્લામાં 7 વિધાનસભાની બેઠકો આવેલી છે. આ 7 બેઠક માંથી 6 બેઠક પર ભાજપ નેતૃત્વ કરી રહી છે જયારે 1 બેઠક પર કોંગ્રેસ નેતૃત્વ કરી રહી છે. ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો વર્ષ 2012થી 105 બેઠક ક્રમાંકથી આ સીટ ઓળખાય છે. આ બેઠક પર 10 વખત ચૂંટણી યોજાઈ છે. કોંગ્રેસ આ બેઠક પર 4 વખત કોંગ્રેસ ચૂંટણી જીતી છે. જયારે ભાવનગર પશ્ચિમની જનતાએ ભાજપને 4 વખત નેતૃત્વ કરવાનો મોકો આપ્યો છે. આ ઉપરાંત NCO અને INC(I) એક-એક વખત ચૂંટણી જીત્યા છે.
2017નું સમીકરણ
ભાવનગર પશ્ચિમ બેઠક પર કુલ 2,61,220 મતદારો છે. જેમાંથી 1,35,912 પુરુષ મતદારો છે જયારે 1,25,282 સ્ત્રી મતદારો છે અને 26 અન્ય મતદાર છે. ભાવનગર પશ્ચિમ બેઠકનું મતદાન પ્રથમ તબક્કામાં 9 ડિસેમ્બરના રોજ થયું હતું. આ વિધાનસભામાં ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 1,8,9,10, 11,12, 16 અને 17 વોર્ડ તથા ભાવનગર તાલુકાના મતદારોનો સમાવેશ થાય છે. 2017માં આ બેઠક પર કુલ 62.08% મતદાન થયું હતું. ભાજપે આ બેઠક માટે જીતુ વાઘાણીને મેદાને ઉતાર્યા હતા અને કોંગ્રેસે દિલીપસિંહ ગોહિલને મેદાને ઉતાર્યા હતા. ભાજપના ઉમેદવારને કુલ મતદાનના 55.28% એટલેકે 83,701 મત મળ્યા હતા જયારે કોંગ્રેસના ઉમેદવારને 37.33% એટલેકે 56,516 મત મળ્યા હતા અને ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીએ બાજી મારી હતી. 2017માં આ બેઠક માટે 10 ઉમેદવારો મેદાને રહ્યા હતા. જીતુ વાઘાણીને ભુપેન્દ્ર પટેલ સરકારમાં કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત તે પ્રદેશ ભાજપના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.
ADVERTISEMENT
આ કારણે બેઠક છે ચર્ચામાં
ભાવનગર પશ્ચિમ બેઠક પહેલા ભાવનગર દક્ષિણ સાથે જોડાયેલી હતી 2007 બાદ નવું સિમાંકરણ કરવામાં આવ્યું અને ભાવનગર દક્ષિણ બેઠક તૈયાર થઇ. આ બેઠક પરથી જીતનાર જીતુ વાઘાણીને ભુપેન્દ્ર પટેલની સરકારમાં શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત આ બેઠક પરથી ગુજરાત રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ તરફથી ચૂંટણી જીતી ચુક્યા છે. જીતુ વાઘાણી પોતાના નિવેદનોને લઇ સતત વિવાદમાં રહે છે. આમ આ બેઠક ભાજપ અને કોંગ્રેસ માટે આ વર્ચસ્વની લડાઈ છે જયારે આમ આદમી પાર્ટી દિલ્હીના શિક્ષણ મોડલને લઇ ચૂંટણી લડવા તૈયાર છે ત્યારે શિક્ષણમંત્રીની આ બેઠક આમ આદમી પાર્ટી માટે પણ ખુબ જ મહત્વની રહેશે. દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ ભાવનગરની શાળાઓની મુલાકાત પણ લીધી હતી. જીતુ વાઘાણી સામે આમ આદમી પાર્ટી શિક્ષણનો મુદ્દો બનાવશે. જ્યારે શક્તિસિંહ ગોહિલ પણ આ બેઠક પર રસ લેશે.
વડાપ્રધાન મોદીનો ભાવનગર પ્રવાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ, બ્રાઉન ફિલ્ડ પોર્ટનો શિલાન્યાસ કરવા આવી રહ્યા છે . વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બર, 2022ના રોજ ભાવનગર ખાતે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનો શિલાન્યાસ કરશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ બિઝનેસ સમિટ 2019 દરમિયાન, ફોરસાઇટ ગ્રૂપ દ્વારા ગુજરાતમાં CNG ટર્મિનલ બનાવવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સાથે જ, વડાપ્રધાન ભાવનગરમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર (રિજિયોનલ સાયન્સ સેન્ટર – RSC)નું પણ ઉદ્ઘાટન કરશે. જે 20 એકરમાં ફેલાયેલું છે અને 100 કરોડના ખર્ચે બનેલું છે. વડાપ્રધાન મોદી ના લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમથી મતદાન પર ચોક્કસ અસર થશે.
ADVERTISEMENT
આ બેઠક પર કોનું પલડું રહ્યું ભારે?
ADVERTISEMENT
- 1975- NCOના ઉમેદવાર મણિલાલ ગાંધી વિજેતા થયા.
- 1980-INC(I) ઉમેદવાર ત્રંબકલાલ પટેલ વિજેતા થયા.
- 1985- કોંગ્રેસના ઉમેદવાર શશિભાઈ જમોડ વિજેતા થયા.
- 1990- કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ વિજેતા થયા.
- 1995- કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ વિજેતા થયા.
- 1998- ભાજપના ઉમેદવાર સુનિલ ઓઝા વિજેતા થયા.
- 2002- ભાજપના ઉમેદવાર સુનિલ ઓઝા વિજેતા થયા.
- 2007- કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ વિજેતા થયા.
- 2012- ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણી વિજેતા થયા.
- 2017 -ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણી વિજેતા થયા.
ADVERTISEMENT