વિધાનસભાની ચૂંટણીમાં 236 મુસ્લિમ ઉમેદવારો હતા મેદાને, ફક્ત ઈમરાન ખેડાવાલાએ મારી બાજી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનું વર્ચસ્વ સતત ઘટી રહ્યું છે. કોંગ્રેસનું સૌથી કંગાળ પ્રદર્શન જોવા મળ્યું છે. આ સાથે ગુજરાત વિધાનસભામાં આવતા 5 વર્ષ દરમિયાન ફક્ત 1 જ મુસ્લિમ ધારાસભ્ય પ્રશ્નો ઉઠાવતા જોવા મળશે. આ ચૂંટણીમાં કુલ 236 મુસ્લિમ ઉમેદવારો મેદાને ઉતર્યા હતા જેમાંથી ફક્ત એક કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાલા જ ચૂંટણી જીત્યા છે. બાકીના તમામ ઉમેદવારોએ હારનો સ્વાદ ચાખ્યો છે.

અમદાવાદ શહેરની જમાલપુર-ખાડિયા વિધાનસભા બેઠકના કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય ખેડાવાલાએ ગુરુવારે 13,658 મતોની સરસાઇથી ચૂંટણી જીતીને આ બેઠક જાળવી રાખી હતી.

ગુજરાતમાં કુલ વસ્તી
ગુજરાતની કુલ વસ્તીમાં 9.67 ટકા મુસ્લિમ સમુદાય છે. વર્ષ 2017ની 14મી ગુજરાત વિધાનસભામાં ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ મુસ્લિમ ઉમેદવારો જીત્યા હતા.

ADVERTISEMENT

 200થી વધુ ઉમેદવારો હતા મેદાને
વિધાનસભાની ચૂંટણીમાં ૨૦૦થી વધારે મુસ્‍લિમ ઉમેદવારો ઉભા હતા જેમાંથી માત્ર એકની જીત થઈ છે. બે તબક્કામાં ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ૭૩ બેઠકો પરથી કુલ ૨૩૦ મુસ્‍લિમ ઉમેદવારો મેદાનમાં હતા જેમાંથી માત્ર ૧ ઉમેદવાર જીત મેળવવામાં સફળ થયા છે.

2017માં ગુજરાત વિધાનસભામાં 3 મુસ્લિમ ધારાસભ્ય
વર્ષ 2017ની  ચૂંટણીમાં મોહમ્‍મદ જાવેદ પિરઝાદા, ગયાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા કોંગ્રેસની ટિકિટ પર જીત્‍યા હતા. જે 5 વર્ષ સુધી કોંગ્રેસ સાથે જ રહ્યા હતા. આ વખતે કોંગ્રેસ  આ વખતે પાર્ટીએ ૬ મુસ્‍લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા જેમાંથી માત્ર ઈમરાન ખેડાવાલા જ જીતવામાં સફળ થયા છે. ઈમરાન ખેડાવાલાએ AIMIM અને BJPના કાર્યકર્તાઓને જબરજસ્‍ત ટક્કર આપી છે.

ADVERTISEMENT

વિધાનસભામાં  વર્ચસ્વ ઘટ્યું
ગોધરા કાંડ બાદ ગુજરાત વિધાનસભામાં  મુસ્લિમ વર્ચસ્વ ઘટ્યું છે. 2002માં 3, 2007મા 5, 2012માં 2, 2017માં 3  અને 2022માં 1 મુસ્લિમ ઉમેદવારો જીત્યા હતા. ગુજરાત સ્થાપનાના બાદ જ્યારે પહેલીવાર ચૂંટણી યોજાઈ ત્યારે 154 સીટો પર 7 ઉમેદવાર ઉભા હતા ત્યારે 5 ઉમેદવાર જીત્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT