શિક્ષણની યોગ્ય સુવિધા નથી, ગુજરાતના માથે અઢળક દેવું વધ્યું…કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના BJP પર પ્રહારો

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાત આવ્યા છે. તેમની હાજરીમાં વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાયા હતા. તો બીજી બાજુ ખડગેએ સભાના સંબોધનમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોગ્ય, શિક્ષણની યોગ્ય સુવિધાઓ ન મળતી હોવાના દાવા સાથે કોરોના સમયને વાગોળ્યો હતો. ખડગેએ કહ્યું સરકારને અવાર નવાર મુખ્યમંત્રીઓ બદલવાની પણ ફરજ પડી છે. આની સાથે અત્યારે ગુજરાતના માતે અઢળક દેવું હોવાની વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો.

ગુજરાતનું દેવું વધતુ જ ગયું- ખડગે
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડેગે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે 27 વર્ષથી ગુજરાતની જનતા સરકારને તક આપી રહી છે. પરંતુ આ સરકાર ડબલ એન્જિનની વાતો કરે છે. આ સમયગાળા પર નજર કરીએ તો ગુજરાતના માથે દેવું નિરંતર વધતું જ ગયું છે. હવે આ સતત વધતા દેવા પાછળ જવાબદારી કોણ લેશે?

કોવિડ સમયે મુખ્યમંત્રી બદલવા પડ્યા- ખડગે
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે કોરોના સમયગાળા દરમિયાન મુખ્યમંત્રીઓ બદલવાની જરૂર પડી છે. આ સમયે ફરજ બજાવી રહેલા મુખ્યમંત્રીએ કઈ કામ નહોતું કર્યું. જેના કારણે સરકારે મુખ્યમંત્રી જ બદલવા ફરજ પડી હતી. આ પગલા પરથી સ્પષ્ટ નજરે પડે છે કે કામ નથી થયું એટલે મુખ્યમંત્રી બદલવા પડ્યા છે.

ADVERTISEMENT

કોંગ્રેસે ક્યારેય ‘આ કામ મેં કર્યું’ એવું નથી કીધું- ખડગે
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે કોંગ્રેસે પણ નામાંકિત એજ્યુકેશન સંસ્થાઓ, રેલવે ક્ષેત્રે ઘણા કામ કર્યા છે. પરંતુ અમે ક્યારે એમ નથી કહ્યું કે આ કામ મેં કર્યા છે. ભાજપ પર નિશાન સાધતા ખડગેએ કહ્યું કે શાળાઓમાં શિક્ષકો નથી જોવા મળી રહ્યા. આરોગ્યની યોગ્ય સુવિધાઓ નથી નજરે પડી રહી. જનતાને ઘણી હાલાકીનો સામનો કરવો પડતો હોવા મુદ્દે પણ સંકેત આપ્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT