કોસ્ટગાર્ડના ક્વાર્ટરોમાં થઈ ચોરી, તસ્કરો લાખો રૂપિયાના ઘરેણા ચોરી ગયા…
પોરબંદરઃ દરિયા કિનારે ચાપતો બંદોબસ્ત રાખી માછીમારો સહિત સમુદ્રીસીમાનું રક્ષણ કરતા કોસ્ટ ગાર્ડના ક્વાર્ટરમાં ચોંકાવનારો બનાવ બન્યો છે. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે કોસ્ટ ગાર્ડના ક્વાર્ટર…
ADVERTISEMENT
પોરબંદરઃ દરિયા કિનારે ચાપતો બંદોબસ્ત રાખી માછીમારો સહિત સમુદ્રીસીમાનું રક્ષણ કરતા કોસ્ટ ગાર્ડના ક્વાર્ટરમાં ચોંકાવનારો બનાવ બન્યો છે. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે કોસ્ટ ગાર્ડના ક્વાર્ટર પર ચોરીની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. અજાણ્યા ઈસમે એક નહીં 3 ક્વાર્ટરમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમા લાખો રૂપિયાની કિંમતના સોનાનાં ઘરેણા ચોરી થયાના અહેવાલો મળી રહ્યા છે.
કોસ્ટ ગાર્ડના ક્વાર્ટરમાં ચોરી
પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે કોસ્ટ ગાર્ડના ક્વાર્ટર પર ચોરી થઈ હોવાનું સામે આવી રહ્યું છે. ધરમપુર તટરક્ષક આવાસીય ક્વાર્ટરમાં આ ઘટના બની હતી. જેમાં તસ્કરોએ 2 ક્વાર્ટરમાંથી સોનાના ઘરેણા ચોરી કરી લીધા હતા. નોંધનીય છે કે આ ઘટના પછી અત્યારે ભારે ચકચાર મચી જવા પામી છે.
લાખો રૂપિયાના ઘરેણા ચોરી…
અહેવાલો પ્રમાણે તસ્કરોએ કુલ 3 ક્વાર્ટરમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કુલ 1 લાખ 95 હજાર રૂપિયાથી વધુમાં ઘરેણા તસ્કરો ચોરીને જતા રહ્યા છે. જોકે આ ઘટનાની જાણ થતા જ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હવે વિગતો પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
With Input: અજય શીલુ
ADVERTISEMENT