‘લંકેશ’ અરવિંદ ત્રિવેદીના બંગલામાં ચોરી, તસ્કરો રામજીના આભૂષણો અને પૂજાનો કિંમતી સામાન ચોરી ગયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

સાબરકાંઠા: લંકેશના નામથી જાણીતા સ્વ. અરવિંદ ત્રિવેદીના બંગલામાં ચોરીની ઘટના બની છે. સાબરકાંઠાના ઈડરમાં આવેલા સ્વ. અરવિંદ ત્રિવેદીના બંધ બંગલામાં તસ્કરો ત્રાટક્યા હતા અને સોના-ચાંદીના પૂજાના વાસણો તથા ઘરેણા અને રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. મુંબઈમાં રહેતા સ્વ. અરવિંદ ત્રિવેદીના દીકરીએ ઈડર પહોંચીને ફરિયાદ નોંધાવી છે. જે મુજબ બંગલામાંથી 4.50 લાખ રૂપિયાની ચોરી થઈ છે. ફરિયાદને પગલે હાલમાં તો ઈડર પોલીસે તપાસ હાથ ધરી છે.

બંગલામાંથી કઈ-કઈ વસ્તુઓ ચોરાઈ?
વિગતો મુજબ, ઈડરમાં અરવિંદ ત્રિવેદીના બંધ બંગલામાં 1થી 4 ફેબ્રુઆરી વચ્ચે રાતના સમયે તસ્કરો ત્રાયક્યા હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો છે. અરવિંદ ત્રિવેદી રામાયણ સીરિયના શૂટિંદ બાદ ભગવાન રામની નિયમિત પૂજા-અર્ચના કરતા હતા. આ માટે તેમણે પોતાના વતન ઈડરમાં અન્નપૂર્ણા બંગલોમાં રામજીની પ્રતિષ્ઠા કરાવી હતી. ત્યારે તસ્કરોએ ભગવાન રામની ચરણ પાદુકા, છત્ર, કમરબંધ તથા પૂજાના અન્ય વાસણો ચોરી ગયા હતા. આ સાથે રૂ.15 હજાર રોકડ તથા ટીવી સહિત કુલ મળીને રૂ.4.50 લાખની રકમની વસ્તુઓ ચોરાઈ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

ADVERTISEMENT

અરવિંદ ત્રિવેદી બંગલામાં કરતા હતા ભગવાન રામની પૂજા
નોંધનીય છે કે, અરવિંદ ત્રિવેદીએ રામાયણ સીરિયમાં રાવણનું પાત્ર ભજવ્યું હતું. તેમણે રાવણનું પાત્ર ભજવતા સમયે ભગવાન રામને ઘણા ખરાબ શબ્દો કહ્યા હતા. આથી તેઓ ખૂબ વ્યથિત રહેતા હતા અને તેના પશ્ચાતાપના ભાગ રૂપે જીવનના અંતિમ શ્વાસ સુધી ભગવાન રામની મનથી સેવા-પૂજા કરતા હતા. આ માટે તેમણે ઈડર સ્થિત પોતાના બંગલામાં મોરારી બાપુના હસ્તે ભગવાન રામની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હતી. જેની તેઓ નિત્ય સેવા-પૂજા કરતા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT