મોતિયાના ઓપરેશન મામલે અમરેલીની શાંતા બા જનરલ હોસ્પિટલ સુપ્રિટેન્ડનો ખુલાસો કહ્યું, કોઈએ આંખો નથી ગુમાવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિરેન રવૈયા, અમરેલી: અમરેલીની શાંતા બા જનરલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓએ આંખની રોશની ગુમાવી દીધી છે. શાંતા બા હોસ્પિટલમાં આંખના ઓપરેશન બાદ 25 જેટલા દર્દીઓને અસર થઈ હતી. આ ઘટના બાદ દર્દીઓને સારવાર માટે અન્ય શહેરમાં ખસેડવામાં આવ્યા હતા.  આ ઘટનાને લઈને અમરેલી શાંતાબા જનરલ  હોસ્પિટલના સુપ્રિટેન્ડ ડો.આર.એમ.જીતિયાએ મહત્વનું નિવેદન આયુ છે. તેમણે કહ્યું છે કે, કુલ 8 થી 10 જેટલા જ દરદીઓને આંખોની તકલીફ થઈ હતી ને જે હાલમાં ટાઇમસર ઓપરેશન બાદ ચેકઅપ સહિતની સારવાર સારવાર કરી તેને સારું છે ને વધુ આંખો ગુમાવી તેવું કાઈ ન હોવાના હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ આર.એમ. જીતિયા વળગી રહ્યા હતા

 તંત્રએ આપ્યો આ જવાબ
અમરેલીની શાંતા બા હોસ્પિટલમાં આંખોના વિભાગની સારવારમાં બેદરકારી મામલે અમદાવાદ, રાજકોટ અને ભાવનગર સહિતની હોસ્પિટલમાં દ્રષ્ટિ ગુમવવાનો વારો આવ્યો હોય ત્યારે અમરેલીની શાંતા બા હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ આર.એમ.જીતિયા એ દ્રષ્ટિ ગુમવવાના મામલે જણાવ્યું હતું કે અમરેલીના આંખોના વિભાગમાં મોતિયાના ઓપરેશન કર્યા બાદ મોતિયાના ઓપરેશન બાદ લેવાની કાળજી માં નિષ્ક્રિયતા ને કારણે આંખોમાં સોજા આવી ગયા છે ને જે ટાઇમ સર ઓપરેશન થયા બાદ સારવાર લેવાની આવે તે ટાઇમસર સારવાર ન અભાવે ઇંનફેક્ષન આવી ગયું હોય ને જેમાંથી એક ભાવનગર રીફર કરવામાં આવેલ જેની આંખ સારી છે જ્યારે 2 રાજકોટ રિફર કરવામાં આવ્યા ને કુલ 8 થી 10 જેટલા જ દરદીઓને આંખોની તકલીફ થઈ હતી ને જે હાલમાં ટાઇમસર ઓપરેશન બાદ ચેકઅપ સહિતની સારવાર સારવાર કરી તેને સારું છે ને વધુ આંખો ગુમાવી તેવું કાઈ ન હોવાના હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ આર.એમ. જીતિયા વળગી રહ્યા હતા

શું છે ઘટના
અમરેલીમાં આવેલી શાંતા બા જનરલ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશનમાં ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓએ આંખની રોશની ગુમાવી દીધી છે. નવેમ્બર મહિનામાં કરવામાં આવેલા આ ઓપરેશનમાં 25 જેટલા દર્દીઓને અસર થઈ હતી. ત્યારબાદ 6 દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં ચાર મહિલા દર્દીઓની આંખની રોશની જતી રહી છે તેવી વિગતો સામે આવી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT