કચ્છની દરિયાઇ સીમામાંથી ચરસ મળવાનો સિલસિલો યથાવત, ફરીથી બિનવારસી ચરસનું પેકેટ મળ્યું
કૌશિક કાંઠેચા, કચ્છ: સરહદી જિલ્લા કચ્છમાં દરિયાઈ સીમાથી અવારનવાર કેફી દ્રવ્યો મળી આવવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતાં હોય છે. ત્યારે વધુ એક વખત નશીલા પદાર્થનું…
ADVERTISEMENT
કૌશિક કાંઠેચા, કચ્છ: સરહદી જિલ્લા કચ્છમાં દરિયાઈ સીમાથી અવારનવાર કેફી દ્રવ્યો મળી આવવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતાં હોય છે. ત્યારે વધુ એક વખત નશીલા પદાર્થનું પેકેટ મળી આવ્યો છે. BSFને પેટ્રોલીંગ દરમ્યાન ફરી કચ્છની દરિયાઈ સીમામાંથી બિનવારસી હાલતમાં ચરસનું પેકેટ મળી આવ્યું છે. જે મામલે બીએસએફ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા પેકેટના પેકેજિંગમાં ‘અરેબિકા પ્રીમિયમ ઇગોઇસ્ટ કૈફે વેલ્વેટ’નું લખાણ હતું.
BSFની ટીમે આ ચરસના પેકેટને જપ્ત કર્યું છે. ભુજમાં BSFની પેટ્રોલિંગ ટીમેને જખૌના ઇબ્રાહિમ પીર બેટ પાસેથી ચરસનું પેકેટ મળી આવ્યું છે. ઝડપાયેલ ચરસનું પેકેટ પાકિસ્તાનથી દરિયાઈના મોજા દ્વારા ભારતીય કિનારે પહોંચ્યું હોવાનું જણાય છે. રિકવરી બાદ BSF દ્વારા દરિયાકાંઠાના વિસ્તારમાં મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
વર્ષ 2022માં પણ ચરસ ઝડપી પાડ્યું હતું
વર્ષ 2022 માં, BSF અને અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા જખૌ બીચ અને ખાડી વિસ્તારમાંથી ચરસના 108 પેકેટો જપ્ત કર્યા હતા. આ અગાઉ પણ BSFને કચ્છની દરિયાઈ સરહદેથી બિનવારસી હાલતમાં ચરસનું પેકેટ મળ્યું હતું. BSFની 102 બટાલિયનના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન આ ચારસનું પેકેટ મળ્યું હતું. BSF દ્વારા આ વિસ્તારમાં મોટે પાયે તપાસ કરવામાં આવી હતી પરતું હજુ પણ ચરસ પકડાવવાનો સિલસિલો યથાવત જ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: કચ્છની ધરા ફરી ધ્રુજી, રીક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા 3.8 નોંધાઇ
બીએસએફ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ
કચ્છના દરિયાઈ અને ભારત પાકિસ્તાનની બોર્ડર પરથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો તેમજ શંકાસ્પદ વસ્તુઓ મળી આવતાં હોય છે. ઉપરાંત અનેક પાકિસ્તાની બોટો અને માછીમારો પણ તેમાં ઝડપાયા છે. ત્યારે હવે કચ્છના નારાયણ સરોવરની દરિયાઈ વિસ્તારમાંથી બીએસએફના જવાનોને પેટ્રોલિંગ કરતા સમયે બિનવારસી હાલતમાં ચરસનું 1 પેકેટ મળી આવ્યો છે. જે મામલે બીએસએફ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT