રાજ્ય સરકાર એક્શન મોડમાં, MSME ઉદ્યોગકારો માટે લીધો મહત્વનો નિર્ણય

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારની આજે  કેબિનેટ બેઠક મળી હતી અને તેમાં કોરોના સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી તો આરોગ્ય તંત્રને પણ એલર્ટ કરાયું હતું. આ ઉપરાંત રાજ્ય સરકાર લોકો માટે એક્શન મોડમાં જોવા મળી હતી. આજની કેબિનેટ બેઠક બાદ ઋષિકેશ પટેલે  MSME ઉદ્યોગકારોને લઈ મહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, MSME ઉદ્યોગકારોને રાજ્યના અન્ય વિભાગોની મંજૂરીઓ વધુ ઝડપે મળે તે હેતુથી ફેસિલિટેશન ડેસ્ક  શરૂ કરવામાં આવશે.

પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે MSME ઉદ્યોગકારો બાબતે જાહેરાત કરતાં કહ્યું કે, ગુજરાત MSME ફેસિલિટેશન ઓફ એસ્ટાબ્લીસમેન્ટ એન્ડ ઓપરેશન્સ એકટ-2019ની સ્કીમ હેઠળ નોંધાયેલા MSME પ્રોજેકટસને ત્રણ વર્ષ સુધી જરૂરી મંજૂરીઓ મેળવી લેવાનો સમય મળતો હોય છે. આ પ્રોજેકટ હેઠળ નોંધાયેલા એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગકારોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે તથા રાજય સરકારના અન્ય વિભાગોની મંજુરીઓ ઝડપથી મળી રહે તે હેતુથી કમિશનર-એમ.એસ.એમ.ઇ. કચેરી ખાતે તેમજ ઝોનલ કચેરીઓ ખાતે ‘ફેસિલિટેશન ડેસ્ક’ દ્વારા ઉદ્યોગકારોના પ્રશ્નો મેળવી સત્વરે મંજૂરી મળી રહે તે માટે વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવશે.

MBKEY યોજના મામલે લીધી આ નિર્ણય 
મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ વિકાસ યોજના (MBKEY) મારફતે રાજ્યના 50,000 યુવાનોને આગામી ત્રણ વર્ષમાં ન્યુ એજ સ્કીમ એટલે કે, ભવિષ્યમાં નવી ટેકનોલોજીના જે કૌશલ્યની જરૂરિયાત ઊભી થવાની છે. તેને ધ્યાનમાં રાખીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડ્રોન તાલીમ, ક્લાઉડ કોમ્પ્યુટીંગ, બ્લોક ચેઇન ટેકનોલોજી જેવા કૌશલ્યોમાં સુસજ્જિત કરવા માટે આઈ.ટી.આઈ., કૌશલ્ય સ્કીલ યુનિવર્સિટી તેમજ ખાનગી તાલીમ સંસ્થાઓના સહયોગથી આવી રોજગારલક્ષી તાલીમ પણ આપવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT