મતદાન પૂર્વે જળમાર્ગથી રાઠડા બેટ ગામે પોલિંગ સ્ટાફ પહોંચ્યો, ટીમને અપાયો ખાસ વાયરલેસ સેટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિરેન જોશી/ મહીસાગર: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂરૂ થઈ ગયું છે. જ્યારે બીજા તબક્કા માટે તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવી છે. તેવામાં મહિસાગર જિલ્લાના છેવાડાના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે અને ચૂંટણીના આ મહાપર્વનો અવસર ઉજવી શકે તે માટે મહીસાગર જિલ્લા ચૂંટણી તંત્ર બેટ વિસ્તારમાં આવેલા રાઠડા બેટ ગામે પહોંચ્યું છે. ચૂંટણી કામગીરી સોંપાયેલા જિલ્લાનો તમામ સ્ટાફ બોટ દ્વારા આ બેટ સુધી પહોંચી ગયો છે. આની સાથે મતદાન માટે જરુરી તમામ સામગ્રી જેવી કે ઈવીએમ મશીન, ડોકટરી કીટ, સ્ટાફ માટે જરુરી વસ્તુઓ, મતદાન મથકની ભૌતિક જરુરીયાતો વગેરે બોટ મારફતે સુરક્ષા સાથે પહોંચાડવામાં આવી ગઈ છે.

અહીં પહોંચવા માટે જળમાર્ગનો જ ઉપયોગ થઈ શકે…
આ મતદાન મથકને આદિવાસી જીવનશૈલીને રજૂ કરતી વિવિધ આદિવાસી કળાઓથી સુશોભિત કરવામાં આવ્યું છે. મહીસાગર નદી પર આવેલા કડાણા ડેમના જળાશય વિસ્તારમાં આવેલો આ એક અનોખો બેટ છે. આ બેટ પર 376 પુરૂષ અને 336 સ્ત્રીઓની વસતિ સાથે લગભગ 712 મતદારો છે. જેઓ મુખ્યભૂમિથી દૂર તેમના મૂળ બેટ પર રહેવાનું પસંદ કરે છે. આ બેટની ભૌગોલિક સ્થિતી એવી છે કે ત્યાં જવા માટે કોઈ રોડ કે રસ્તો બનાવી શકાય તેમ નથી, ત્યાં જવા માટે માત્ર એક જ ઉપાય છે એ જળમાર્ગ છે.

ADVERTISEMENT

પોલિંગ સ્ટાફને અપાયો વાયરલેસ સેટ
આ જળ માર્ગ સુધી બોટના સહારે સામાન્ય સ્થિતીમાં અવર જવર કરી શકાય છે. મતદાન મથક માટે તેની ભૌતિક અને ભૌગોલિક વિશિષ્ટતા અને અંતરને ધ્યાનમાં રાખીને આ માર્ગ નક્કી કરવામાં આવેલો છે. આ બેટ શેડો એરિયામાં હોવાથી કનેક્ટિવિટી માટે પોલિંગ સ્ટાફને અલગ વાયરલેસ સેટ આપવામાં આવેલો છે.

ADVERTISEMENT

આ મોડેલ મતદાન મથક છે…
આ બેટ પરની શાળાનો મતદાન મથક તરીકે ઉપયોગ થાય છે. મતદાન માટે રિટર્નિંગ ઓફિસર દ્વારા તમામ જરુરી તમામ સામાન્ય સુવિધાની ખાતરી કરવામાં આવે છે. વધુમાં, આ સ્થાનને આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 માટે મોડેલ મતદાન મથક તરીકે પસંદ કરવામાં આવ્યું છે. સર્વસમાવેશક ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે ગુજરાત અને મહિસાગર જિલ્લા ચૂંટણીતંત્રના પ્રયાસનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT