મોરીબી જિલ્લાના આ નેતાઓના રાત્રે ફોન રણક્યા અને ફોર્મ ભરવા આપી સૂચના, બ્રિજેશ મેરજા કપાયા?
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 છે. આ દરમિયાન…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 છે. આ દરમિયાન ભાજપ પોતાના ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે. મોડી રાત્રે દાવેદારોન ફોન કરી અને સૂચના આપવામાં આવી હતી. મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભાની બેઠક માટે ફોન આવી ચૂક્યા છે. જેમાં મોરબી બેઠક પરથી બ્રિજેશ મેરજાને કાપવામાં આવ્યા છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.
બ્રિજેશ મેરજાને પડતાં મુકાયા?
કોંગ્રેસ સાથે છેડો ફાડી અને ભાજપનો ખેસ ધારણ કરનાર અને ભૂપેન્દ્ર પટેલના મોરબી મંડળમાં સ્થાન મેળવનાર બ્રિજેશ મેરજાને ફોર્મ ભરવા કોઈ ફોન આવ્યો નથી તેવી માહિતી મળી રહી છે. જ્યારે મોરબી દુર્ઘટનામાં પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા ચર્ચામાં આવ્યા હતા. બ્રિજેશ મેરજાને પડતાં મૂકવામાં આવ્યા છે અને કાંતિ અમૃતિયાને ફોર્મ ભરવા સૂચના આપવામાં આવી છે તેવી વિગતો સામે આવી રહી છે.
જાણો કોને કોને આવ્યા ફોન
ટંકારા પડધરી વિધાનસભા બેઠક માટે ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાને ફોર્મ ભરવા સૂચના આપવામાં આવી. વાંકાનેર કુવાડવા બેઠક માટે ભાજપના પીઢ આગેવાન જીતુભાઈ સોમાણીને ફોર્મ ભરવા સૂચના આપવામાં આવી ગત ચૂંટણીમાં જીતુભાઈ સોમાણી કોંગ્રેસના પીરજાદા સામે હાર થઈ હતી. મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને ફોર્મ ભરવા સૂચના આપવામાં આવી છે. વર્તમાન ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજાની મોરબીથી ટિકિટ કપાય
ADVERTISEMENT
ADVERTISEMENT