7 નવેમ્બરનું રાશિફળઃ આ 3 રાશિઓના જાતકોએ રહેવું સાવધાન, કેવો રહેશે મેષથી મીન રાશિના જાતકોનો આજનો દિવસ
તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો મેષથી મીન રાશિના…
ADVERTISEMENT
તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો મેષથી મીન રાશિના જાતકોનું આજનું રાશિફળ.
મેષ
આજે તમને દિવસભર શારીરિક અને માનસિક થાકનો અનુભવ થશે. જો તમારી સફળતા તમારી મહેનત કરતા ઓછી હશે તો તમે નિરાશ થશો. સંતાનોને લઈને ચિંતા થઈ શકે છે. કામમાં સતત વ્યસ્તતાને કારણે પરિવારની ઉપેક્ષા થશે. ક્યાંક ફરવાનું આયોજન મુલતવી રાખવું ફાયદાકારક છે. પેટ સંબંધિત સમસ્યાઓ થશે. તમારી જીદના કારણે કોઈને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખો.
વૃષભ
આજે તમે તમામ કામ મજબૂત મનોબળ અને આત્મવિશ્વાસની સાથે પૂર્ણ કરી શકશો. પિતાથી લાભ થઈ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે. સંતાનની પાછળ ખર્ચ કે રોકાણ થવાની સંભાવના છે. કલાકારો અને ખેલાડીઓ તેમની કુશળતા સારી રીતે પ્રદર્શિત કરી શકશે. સરકાર તરફથી લાભ મળી શકે છે.
મિથુન
આજનો દિવસ સારો હોવાથી તમે નવી યોજનાઓ શરૂ કરી શકશો. વ્યાપારીઓ સરકારી લાભ મેળવી શકશે. નોકરિયાત લોકોના ઉચ્ચ અધિકારીઓ વખાણ કરશે. ભાઈઓ અને પડોશીઓ સાથે સારા સંબંધો રહેશે. શારીરિક અને માનસિક સ્વસ્થતા જળવાઈ રહેશે. નાની યાત્રાની સંભાવના છે. વિરોધીઓ સામે વિજય પ્રાપ્ત કરી શકશો. તમે રોજિંદા કામમાં વ્યસ્ત રહેશો.
કર્ક
તમે શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થતા અનુભવશો. નકારાત્મક વિચારોના કારણે માનસિક ચિંતા રહેશે. કોઈની સાથે મતભેદ થઈ શકે છે. પારિવારિક વાતાવરણ દૂષિત રહેશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન નહીં આપે. ખર્ચ વધુ થશે. તમને અનૈતિક પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.
સિંહ
આત્મવિશ્વાસ અને નિર્ણયશક્તિમાં વૃદ્ધિ થવાને કારણે તમે ઝડપથી નિર્ણયો લઈ શકશો. સમાજમાં તમારી ખ્યાતિમાં વધારો થશે. તમને વડીલોનો સહયોગ મળશે. તમારું મન પ્રફુલ્લિત રહેશે. ગુસ્સાના કારણે તમારું કામ બગડે નહીં તેનું ધ્યાન રાખો. વિવાહિત જીવન સારું રહેશે. સ્વાસ્થ્યમાં થોડો સુધારો થશે.
કન્યા
તમે શારીરિક અને માનસિક રીતે પરેશાન રહેશો. તમને નાની-મોટી સમસ્યાઓનો સામનો કરવો પડશે. પરિવારના સભ્યો સાથે મતભેદ થઈ શકે છે. ક્રોધ અને અહંકારને કારણે તમારામાં મતભેદ થઈ શકે છે. અચાનક મોટો ખર્ચ થવાની સંભાવના છે. નોકરી કરતા લોકોએ પોતાના સહકર્મચારીઓથી સાવધાન રહેવું પડશે. આજે કોર્ટનું કામ ન કરવું સારું રહેશે.
તુલા
આજે તમે અલગ-અલગ ક્ષેત્રથી લાભ પ્રાપ્ત કરી શકશે. જેના કારણે તમે શારીરિક અને માનસિક રીતે પ્રસન્નતા અનુભવશો. આજે તમે દિવસ દરમિયાન મિત્રોની સાથે કોઈ સુંદર સ્થળની યાત્રાનું આયોજન કરી શકશો. તમારું વિવાહિત જીવન સારું રહેશે. આર્થિક વૃદ્ધિની થવાનો યોગ છે. અપરિણીત લોકો માટે લગ્નની સંભાવના છે.
વૃશ્ચિક
તમન ભાગ્યનો સાથ મળશે. તમારા દરેક કામ સરળતાથી પૂર્ણ થશે. તમારું વિવાહિત જીવન આનંદમય રહેશે. સમાજમાં તમારું સન્માન થશે. નોકરી અને વ્યવસાયમાં પ્રમોશનની સંભાવના છે. તમને વડીલો અને અધિકારીઓ તરફથી લાભ મળી શકે છે. વેપારીઓ ઉછીના લીધેલા પૈસા પાછા મેળવી શકશે. બાળકોની પ્રગતિ થશે અને શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે. મિત્રો અને સંબંધીઓ તરફથી તમને ફાયદો થશે.
ધન
આજે તમને શારીરિક બીમારી અને થાકનો અનુભવ થશે. માનસિક બેચેની પણ અનુભવાશે. ક્યાંક જવાની યોજનાઓ મુલતવી રાખવી ફાયદાકારક રહેશે. સંતાનોને લઈને ચિંતા થઈ શકે છે. તમને એવું લાગશે કે નસીબ તમારું સાથ નથી આપી રહ્યું. ઓફિસમાં તમે તમારા અધિકારીઓના ગુસ્સાનો શિકાર ન બનો તેનું ધ્યાન રાખો. વિરોધીઓ સાથે વિવાદ ટાળો. વધુ પડતી હિંમત ટાળવી જોઈએ.
મકર
આજે તમારા ખાનપાન પર ધ્યાન આપો, નહીંતર તમારું સ્વાસ્થ્ય બગડવાની પ્રબળ સંભાવના છે. સારવાર, પ્રવાસ કે વ્યવહારિક બાબતોમાં પૈસા ખર્ચ થશે. જો તમારે મુશ્કેલીઓમાંથી બહાર આવવું હોય તો નકારાત્મક વિચારો અને આક્રમક વિચારો પર નિયંત્રણ રાખો. ભાગીદારો સાથે મતભેદ થવાની સંભાવના છે. ઓફિસનું વાતાવરણ તમારા માટે અનુકૂળ નહીં રહે. નવા સંબંધો સ્થાપિત કરતી વખતે તમારે સાવચેત રહેવું પડશે.
કુંભ
આજે તમે આત્મવિશ્વાસ અને મજબૂત મનોબળથી ભરેલા રહેશો અને તમારો દિવસ પ્રેમ અને રોમાંસથી ભરેલો રહેશે. કેટલાક નવા લોકો સાથે તમારી મિત્રતા થશે. પ્રવાસ, મોજ-મસ્તી, સ્વાદિષ્ટ ભોજન, નવા વસ્ત્રો તમારી ખુશીઓમાં ઘણો વધારો કરશે. તમે ભાગીદારીથી લાભ મેળવી શકો છો. વિવાહિત લોકો સારું દામ્પત્ય જીવન જીવી શકશે.
મીન
ઘરમાં શાંતિ અને ખુશીના વાતાવરણની સકારાત્મક અસર તમારા કામ પર જોવા મળશે. પરંતુ તમારે તમારા આક્રમક સ્વભાવ અને વાણી પર નિયંત્રણ રાખવું પડશે. તમે તમારા સહકર્મચારીઓનો સહયોગ મેળવી શકશો. સ્વાસ્થ્ય સારું રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT