પૂર્વ મુખ્યમંત્રીના જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યાએ વધારી તંત્રની ચિંતા, જાણો કેટલા બાળકો છે કુપોષિત
રાજકોટ: સમગ્ર દેશમાં ગુજરાતને મોડલ તરીકે જોવામાં આવી રહ્યું છે. ત્યારે પૂર્વ મુખ્યમંત્રીના જિલ્લામાં જ કુપોષિત બાળકોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રાજકોટ જિલ્લામાં…
ADVERTISEMENT
રાજકોટ: સમગ્ર દેશમાં ગુજરાતને મોડલ તરીકે જોવામાં આવી રહ્યું છે. ત્યારે પૂર્વ મુખ્યમંત્રીના જિલ્લામાં જ કુપોષિત બાળકોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રાજકોટ જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 20310 કુપોષિત બાળકો નોંધાયા હતા. જ્યારે વર્ષ 2022ના ડિસેમ્બર માસના અંત સુધીમાં જિલ્લામાં 3303 કુપોષિત બાળકો નોંધાયા છે. વર્ષ 2023માં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો થતા જિલ્લામાં 3534 કુપોષિત બાળક નોંધાયા
આઈસીડીએસ શાખામાંથી મળેલી માહિતી મુજબ, રાજકોટ જિલ્લામાં છેલ્લા માસમાં 3534 કુપોષિત બાળકો નોંધાયા છે. રાજ્યભરમાં સરકારના આઈસીડીએસ શાખા તેમજ આંગણવાડીના કર્મચારીઓ સહિત જુદી જુદી શાખાના કર્મચારીઓ દ્વારા કુપોષણ ઘટાડવા સતત મહેનત કરવામાં આવી રહી છે. પરંતુ સરકારની મહેનાત સામે કુપોષિત બાળકોની સંખ્યામાં ઘટાડો થવા ના બદલે સતત વધારો થઈ રહ્યો છે.
ADVERTISEMENT
ડિસેમ્બરમાં 3303 કુપોષિત બાળકો નોંધાયા
આઈસીડીએસ શાખામાંથી મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લામાં વર્ષ 2022ના અંતમાં એટલે કે ડિસેમ્બર માસમાં 3303 કુપોષિત બાળકો નોંધાયા હતા. જ્યારે તેમાંથી 1523 બાળકો અપગ્રેડ થયા હતા. જ્યારે વર્ષ 2023માં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો થતા જિલ્લામાં 3534 કુપોષિત બાળક નોંધાયા હતા. રાજકોટ જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કુપોષિત બાળકોની સંખ્યામાં થયેલ વધારાએ તંત્રને દોડતું કર્યું છે.
જેતપુર તાલુકામાં સૌથી વધુ કુપોષિત બાળકો
રાજકોટ જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષની શરૂઆતથી જ 3534 કુપોષિત બાળકો નોંધાયા છે. ત્યારે રાજકોટ જિલ્લામાં સૌથી વધુ જેતપુર તાલુકામાં 825 કુપોષિત બાળકો નોંધાયા છે. જ્યારે જસદણમાં 444, કોટડાસાંગાણીમાં 408 કુપોષિત બાળકો નોંધાયા છે. જ્યારે સૌથી ઓછા વીંછિયામાં 93 કુપોષિત નોંધાયા છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT