મોરબી પોલીસે આરોપીઓ પર વધુ 2 કલમ ઉમેરી, કેબલ બદલ્યા નહીં અને જાળી પર ખાલી કલર કર્યાનો ઘટસ્ફોટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબીઃ પૂલ તૂટવાની દુર્ઘટનામાં મોરબી પોલીસે વધુ 2 IPC કલમ ઉમેરી દીધી છે. તેમણે આ કેસમાં IPC કલમ 336 અને 367નો ઉમેરો કર્યો છે. ઉલ્લેખનીય છે કે અત્યારે ઓરેવાના મેનેજર દીપક પારેખ સહિત 4 શખસો પોલીસ રિમાન્ડ હેઠળ રાખવામાં આવ્યા છે. આ દરમિયાન પુલના નવીનીકરણ દરમિયાન હેંગિગ બ્રિજના તાર જૂના જ રાખવામાં આવ્યા હતા, જ્યારે બીજી બાજુ પુલના ફ્લોરને અપગ્રેડ કરાતા તે વજન ઉઠાવી શક્યો નહોતો. જેના પરિણામે આ દુર્ઘટના ઘટી હતી. પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં સમગ્ર દુર્ઘટના વિશે વિગતો જણાવી હતી.

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો…
મોરબી દુર્ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. તેવામાં મોરબી પોલીસે વધુ 2 IPC કમલનો ઉમેરો કરી દીધો છે. આ કેસમાં કલમ 336 અને 367 ઉમેરવામાં આવી છે. (જાહેર જીવનને જોખમમાં મુકવાની બેદરકારી) વળી અહીં પુલમાં કોઈ દુર્ઘટના સર્જાય તો તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરાય એની પણ વ્યવસ્થા કરવામાં આવી નહોતી.

કોન્ટ્રાક્ટરે માત્ર કેબલો પર રંગ લાગાવ્યો
રિપોર્ટ્સ પ્રમાણે ઈન્નોવેશન માટેનો સબ કોન્ટ્રાક્ટ અયોગ્ય કંપનીને સોંપાયો હતો. આ દરમિયાન કોન્ટ્રાક્ટરની વાત કરીએ તો તેણે માત્ર કેબલને પેઈન્ટ કરી, પોલીશિંગ કરીને નવીનીકરણ કરી દીધું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. વળી ઘોર બેદરકારીની વાત કરીએ તો બ્રિજના પ્રાથમિક અને મુખ્ય કેબલ છે તેને પણ બદલવામાં આવ્યો નહોતો.

ADVERTISEMENT

ડિસેમ્બર સુધીનો સમય હતો છતા જલદીથી બ્રિજ ખોલાયો
પોલીસ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યા પ્રમાણે બ્રિજના નવીનિકરણ માટેનો કોન્ટ્રાક્ટ ડિસેમ્બર સુધી આપવામાં આવ્યો હતો. પરંતુ દિવાળીનો તહેવાર હોવાના કારણે વધુ કમાણીની જંખનાએ ભારે ભીડ આવે એના માટે બ્રિજને ખોલી દેવામાં આવ્યું હતું.

પુલના નવીનિકરણમાં છિંડા…
બ્રિજના નવીનિકરણમાં યોગ્ય સામગ્રીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. તેવામાં ઝૂલતા પુલના નવીનિકરણની કામગીરીનું નિષ્ણાંતો દ્વારા નિરીક્ષણ પણ નહોતું કરવામાં આવ્યું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT