આશારામની આરતી ઉતારવાનો મામલો ગરમાયો, શિક્ષકોની બદલી થતાં વાલીઓએ શાળાને માર્યું તાળુ

ADVERTISEMENT

gujarattak
social share
google news

 મહીસાગર: જિલ્લાની એક શાળામાં 14 ફેબ્રુઆરીએ માતૃ-પિતૃ દિવસની ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સરકારી શાળામાં આ કાર્યક્રમ દરમિયાન દુષ્કર્મ કેસમાં દોષિત એવા આસારામની આરતી ઉતારવામાં આવી હતી. જોકે આ કાર્યક્રમનો વીડિયો સોશ્યલ મીડિયા પર ફરતો થઈ જતા ભારે ફજેતી થઈ હતી. જે પછી આ મામલામાં બે શિક્ષકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. હવે તેમને કચ્છના છેવાડે બદલીનો હુકમ કરી દેવામાં આવ્યો છે.  શિક્ષકોની કચ્છ બદલી બદલી થતા વાલીઓએ શાળાને તાળા માર્યા હતા. જેને લઇને વિદ્યાર્થીઓએ શાળાની બહાર અભ્યાસ કર્યો હતો.

કચ્છમાં થઈ હતી બદલી 
લુણાવાડામાં આશારામની આરતી ઉતરનાર શિક્ષકોની ક્ચ્છ બદલી કરી દેવામાં આવતા તમામ આરતી ઉતરનાર આચાર્ય અને શિક્ષકોને શાળા સમય બાદ છુટા કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વેલેન્ટાઈન્સ ડે 14 ફેબ્રુઆરીએ લુણાવાડાની એક શાળામાં માતૃ-પિતૃ દિવસની ઉજવણીના ભાગ રૂપે અહીં બળાત્કારના દોષિત આસારામની આરતી ઉતારવામાં આવી હતી. જે પછી આ મામલે ગુજરાત તક સામે વીડિયો આવતા તેને રિપોર્ટ કરવામાં આવી હતી. ગુજરાતમાં ઠેરઠેર પછી આ મામલાને લઈને ભારે નારાજગીનો માહોલ જોવા મળ્યો હતો. આખરે આ કાર્યક્રમને લઈને શાળાના પાંચ શિક્ષકો સામે શિક્ષાત્મક પગલા લેતા તેમને કચ્છમાં બદલી કરી દેવાઈ હતી.

શું હતો મામલો
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાની   મુવાળા પ્રાથમિક શાળામાં યોજાયેલ માતૃ પિતૃ પૂજન કાર્યક્રમ દરમ્યાન બળાત્કારની સજા ભોગવતા  આશારામની આરતી ઉતારવામાં આવી હતી.  કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય મહાનુભાવો દ્વારા બળાત્કારી આશારામની આરતી ઉતરાવવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો હતો

ADVERTISEMENT

કયા અધિકારી એ કર્યું હતું માતૃ પિતૃ પૂજન દિવસનું આયોજન
મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. અવનીબા મોરીના પ્રેરક અભિગમ દ્વારા શાળાઓમાં 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે ના દિવસથી   17 ફેબ્રુઆરી દરમ્યાન માતા પિતા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.  જે અંતર્ગત લુણાવાડા તાલુકાની જામાં પગીના મુવાળા પ્રાથમિક શાળામાં માતૃ પિતૃ પૂજન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં શાળાના કાર્યક્રમમાં બળાત્કારની સજા ભોગવતા બળાત્કારી આશારામના ફોટા વાળું બેનેર મારવામાં આવ્યું હતું.

બેનરમાં લખવામાં આવ્યું હતું કે “પૂજ્ય સંતશ્રી આશારામ બાપુ પ્રેરિત માતૃ પિતૃ પૂજન દિવસ આવો ઉજવીએ સાચો પ્રેમ દિવસ”. આ પ્રકારના બેનરની સાથે સાથે બાળકોની ઉપસ્થિતમાજ આશારામની આરતી પણ ઉતારવામાં આવી હતી. અને જેના ફોટા અને વીડિયો વાયરલ થતા સરકારી પ્રાથમિક શાળામાં યોજવામાં આવેલ માતૃ પિતૃ પૂજન દિવસ ચર્ચાઓનો દિવસ બની ગયો હતો.

ADVERTISEMENT

સરકારી શાળામાંજ બાળકોની ઉપસ્થિતમાંજ બળાત્કારી આશારામની આરતી ઉતારવામાં આવે છે. કે જે આશારામને ન્યાયાલય દ્વારા બળાત્કારના દોષી ઘોષિત કરી સજા પણ ફટકારી છે. અને બળાત્કારના ગુન્હાની સજા જેલમાં ભોગવી રહ્યા છે. ત્યારે શાળાના શિક્ષક દ્વારા બાળકો તેમજ તેમના માતા પિતા સમક્ષ આવા ગુન્હેગાર આશારામના બેનર મારી તેમજ તેમના ફોટાની આરતી ઉતારતા જિલ્લા શિક્ષણ ક્ષેત્રમાં હડકમ્પ મચી ગયો છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: આફ્રિકામાં બેઠા બેઠા વેપારીઓને લગાવ્યો કરોડોનો ચૂનો, હવે ગણશે જેલના સળિયા

મહીસાગર જિલ્લા શિક્ષણાધિકારીનો શુ હતો પરિપત્ર અને સંદેશ
મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. અવનીબા મોરીએ નવતર અભિગમ દ્વારા શાળાઓને સંદેશ પાઠવ્યો કે આપણે ભારતવાસીઓ પ્રાચીન ભારતીય સંસ્કૃતિના સદૈવ ઋણી છીએ. પ્રવર્તમાન સમયમાં આપણા બાળકો અને યુવાનોનું ચારિત્ર્યનું રક્ષણ કરવું તે પણ શિક્ષણ જગત વતી એક સામાજિક જવાબદારી છે. બાળકો 14  ફેબ્રુઆરી નિમિત્તે માતા-પિતાના પ્રેમ, સમર્પણ અને પુરુષાર્થના આદર સાથે વાસ્તવિક પ્રેમ દિવસ મનાવે. વધુમાં તેમણે 14  ફેબ્રુઆરી માતા-પિતા પુજન દિવસના ઉપલક્ષમાં આ સપ્તાહમાં 17  ફેબ્રુઆરી સુધીમાં કોઈ એક દિવસે શાળાઓએ પોતાની અનુકુળતા મુજબ બાળકો આદર અને સન્માન સહ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પોતાના માતા-પિતાનું પુજન કરે તે માટે માતાપિતા પૂજન દિવસની ઉજવણી કરવાનું સ્વૈચ્છિક આયોજન કરવામાં પ્રેરક સંદેશમાં જણાવાયું હતું.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

    follow whatsapp

    ADVERTISEMENT