કરોડોનું ડ્રગ્સ જપ્ત કરનાર ગુજરાતના દરિયાઈ હીરોને પ્રજાસત્તાક પર્વ પર દિલ્હીમાં એનાયત કરાશે પુરસ્કાર
કૌશિક કાંઠેચા, કચ્છઃ રાજ્યનો દરિયાકિનારો 1600 કિલોમીટર લાંબો છે. અને અનેક રાજ્યો બોર્ડર સાથે સંકળાયેલો પણ છે. એવામાં રાજ્યમાં તમામ પ્રકારના દુષણો ઘૂસાડવા માટે પ્રયાસો…
ADVERTISEMENT
કૌશિક કાંઠેચા, કચ્છઃ રાજ્યનો દરિયાકિનારો 1600 કિલોમીટર લાંબો છે. અને અનેક રાજ્યો બોર્ડર સાથે સંકળાયેલો પણ છે. એવામાં રાજ્યમાં તમામ પ્રકારના દુષણો ઘૂસાડવા માટે પ્રયાસો કરવામાં આવતા હોય છે. જેને ઝડપી પાડવામાં આપણા જવાનો ખુબ ઉત્કૃષ્ટ કામગીરી નિભાવતા હોય છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના 47માં રાઈઝિંગ ડેના ભાગરુપે વિવિધ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે જેમાં ગુજરાતના બે એકમો પસંદગી પામ્યા છે.
ઈન્ડિયન કોસ્ટગાર્ડના 47મા રાઈઝિંગ ડે નિમિતે ઈન્ડિય કોસ્ટ ગાર્ડના મુખ્યાલય દ્વારા સમગ્ર કોસ્ટ ગાર્ડ માટે વિવિધ યુનિટને અપાયેલા પુરસ્કારોની જાહેરાત કરી છે.આ પુરસ્કારોમાં ગુજરાતના બે એકમો સામેલ છે. જેમાં રિઝિયોનલ હેડક્વાર્ટરના બે એકમ એટલે ઈન્ડિય કોસ્ટગાર્ડ શીપ અને અરિંજય અને હોવરક્રાફ્ટ મેન્ટેનન્સ યુનિટ ઓખાને સંબંધિત વર્ગમાં શ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે.
DGICG એ ગુજરાતના બે ICGના એકમોની પ્રશંસા
ઓખા ખાતે તૈનાત ICGS અરિંજય (ફાસ્ટ પેટ્રોલ જહાજ) વિવિધ કામગીરીમાં સામેલ છે, જેમાં તાજેતરમાં જ કરવામાં આવેલી જપ્તિ દરમિયાન પ્રથમ વખત રૂપિયા 300 કરોડના મૂલ્યનો 40 કિલો માદક દ્રવ્યો અને હથિયારો અને દારૂગોળો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ જહાજે શંકાસ્પદ પાકિસ્તાની હોડીને હિંમતભેર પડકારી હતી અને સમુદ્રમાં વિપરિત પરિસ્થિતિ વચ્ચે પણ તે હોડીમાંથી 10 ક્રૂની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
હર કામ દેશના નામ
હોવરક્રાફ્ટ મેન્ટેનન્સ યુનિટ (HMU)ને ઓપરેશનલ ચક્ર દરમિયાન પ્રદેશના ICG હોવરક્રાફ્ટના કાફલાને સક્રિય સમર્થન અને અસરકારક જાળવણી માટે સૌથી વધુ આવિષ્કારી ICG અફ્લોટ સપોર્ટ યુનિટ તરીકે પુરસ્કૃત કરવામાં આવ્યું છે. દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિવસના અવસર પર ઈન્ડિયન કોસ્ટગાર્ડના મહાનિર્દેશક દ્વારા કમાન્ડિંગ ઓફિસરોને પુરસ્કારો એનાયત કરવામાં આવશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT