કાંકરિયા કાર્નિવલને લઈ તંત્રએ લીધો મોટો નિર્ણય, બીજા જ દિવસે બદલ્યો સમય
અમદાવાદ: ચીન સહિતના કેટલાંક દેશોમાં કોરોનાએ ફરી એક વખત માથું ઉચક્યું છે. કોરોનાના વધતાં સંક્રમણને લઈ ભારતમાં ફરી એક વખત કોરોનાને લઈ અનેક પગલાં લેવાના…
ADVERTISEMENT
અમદાવાદ: ચીન સહિતના કેટલાંક દેશોમાં કોરોનાએ ફરી એક વખત માથું ઉચક્યું છે. કોરોનાના વધતાં સંક્રમણને લઈ ભારતમાં ફરી એક વખત કોરોનાને લઈ અનેક પગલાં લેવાના શરૂ થઈ ચૂક્યા છે. આ દરમિયાન એક તરફ કોરોનાના સંક્રમણનો દર સતાવી રહ્યો છે ત્યારે બીજી તરફ અમદાવાદમાં મુખ્યમણત્રી ભૂપેન્દ્ર પટેલે કાલે કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરવી હતી. ત્યારે તંત્રએ કાંકરિયા કાર્નિવલના સમયમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ વર્ષે કાંકરિયા કાર્નિવલ રાત્રે 10 ને બદલે રાતે 9 કલાકે પૂર્ણ થશે.
દુનિયાભરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. આ દરમિયાન કોરોનાના સંક્રમણના ભયના ઓથ હેઠળ અમદાવાદમાં કોરોનાની ગાઈડલાઈન્સના પાલન સાથે કાંકરિયા કાર્નિવલ 2022નો પ્રારંભ રવિવારે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. 25 થી 31મી ડિસેમ્બર સુધી ચાલનારા કાંકરિયા કાર્નિવલમાં લાખોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટવાની છે, ત્યારે કાંકરિયા કાર્નિવલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કાર્નિવલ હવે વહેલો બંધ થશે.
8 વાગ્યા બાદ પ્રવેશ નહીં
હવેથી સાંજે 4.30થી રાતે 9 વાગ્યા સુધી જ કાર્નિવલ ચાલશે. કાંકરીયા પરિસરમાં રાતે 8 વાગ્યા સુધી જ પ્રવેશ આપવામાં આવશે. અગાઉ સાંજે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી કાર્નિવલના તમામ કાર્યક્રમો યોજવાના હતા, પરંતુ આજથી જ કાર્નિવલના સમયમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે. કાર્નિવલના સમયમાં એક કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ વર્ષે કાંકરિયા કાર્નિવલ રાત્રે 10 ને બદલે રાતે 9:00 વાગે પૂર્ણ થશે. દર વખતે રાતે દસ વાગે કાર્નિવલ પૂર્ણ થતો હતો. જ્યારે કાંકરિયા કાર્નિવલમાં 8 વાગ્યા બાદ પ્રવેશ આપવામાં નહીં આવે.
ADVERTISEMENT
કાંકરિયા કાર્નિવલનો સમય
કાંકરિયા કાર્નિવલને લઈ AMCએ કાંકરિયા કાર્નિવલ શરૂ થયાના બીજા જ દિવસે નિર્ણય બદલ્યો છે. કાર્નિવલના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કાર્નિવલ સાંજે 6 વાગેજ શરૂ થઈ જશે અને તે રાત્રિના 9 કલાકે પૂર્ણ કરી દેવામાં આવશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT