ગુજરાતમાં યોગી આદિત્યનાથનો જાદુ ચાલશે! જાણો તેમનો રાજ્ય પ્રવાસનો સમગ્ર કાર્યક્રમ…

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. આની સાથે ભાજપે મોટાભાગના ઉમેદવારોની યાદી પણ બહાર પાડી દીધી છે ત્યારે હવે યોગી આદિત્યનાથ 18 નવેમ્બરે ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે. નોંધનીય છે કે અહેવાલો પ્રમાણે ભાજપે સ્ટાર પ્રચારકોની યાદીમાં યોગી આદિત્યનાથને પણ સામેલ કર્યા છે. જેથી તેઓ 18 નવેમ્બરે ગુજરાતમાં વિવિધ સ્થળે ભાજપના ઉમેદવારો સાથે જનસભા સંબોધશે. ચલો આપણે તેમના સમગ્ર શેડ્યૂલ પર નજર કરીએ…

શેડ્યૂલઃ યોગી આદિત્યનાથનું ગુજરાત ઈલેક્શન કેમ્પેઈન/ 18 નવેમ્બર
યોગી આદિત્યનાથ સવારે 11.40ની આસપાસ રાજકોટ એરપોર્ટ ખાતે આવી જશે. ત્યારપછી ત્યાંથી હેલિપેડ સુધી જશે અને 12.15થી 1.15 સુધી તેઓ વાકાનેરમાં ભાજપના ઉમેદવાર જિતેન્દ્ર સોમાણીના સમર્થનમાં જનસભામાં ભાગ લેશે. ત્યાંથી તેઓ વિદાય લીધા પછી 1.25 વાગ્યાની આસપાસ હેલિપેડ પહોંચશે અને પછી ઝગડિયા જવા નીકળશે.

ADVERTISEMENT

ઝગડિયામાં યોગી આદિત્યનાથનો કાર્યક્રમ
યોગી આદિત્યનાથ લગભગ 2.40 વાગ્યાથી 3.30 વાગ્યા સુધી ઝગડિયામાં કાર્યક્રમમાં હાજરી આપશે. અહીં તેઓ ભાજપના ઉમેદવાર રિતેશ વસાવા સાથે જનસભાને સંબોધશે. ત્યાં કાર્યક્રમમાં હાજરી આપ્યા પછી યોગી આદિત્યનાથ સુરત જવા માટે રવાના થશે.

સુરતમાં યોગી આદિત્યનાથનો કાર્યક્રમ
યોગી આદિત્યનાથ ત્યારપછી લગભગ 5 વાગ્યાની આસપાસ સુરત પહોંચશે. જ્યાં તેઓ સુરતના ભાજપના ઉમેદવાર સંદીપ દેસાઈની જનસભામાં હાજરી આપશે. અહીં સમગ્ર કાર્યક્રમમાં હાજરી આપ્યા પછી તેઓ 6.15 વાગ્યાની આસપાસ લખનઉ પરત ફરશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT