કચ્છની ફરી ધ્રુજી ધરા, રિક્ટર સ્કેલ પર 3.1ની નોંધાઇ તીવ્રતા
કચ્છ: જિલ્લામાં આવેલા વિનાશક ભૂકંપ પછી ક્યારેક-ક્યારેક ધરતીના પેટાળમાં હલચલ થતી રહે છે. આ વચ્ચે કચ્છને ફરી એકવાર ભૂકંપના આંચકાએ ધ્રૂજાવ્યું છે. ભચાઉ નજીક ભુકંપ…
ADVERTISEMENT
કચ્છ: જિલ્લામાં આવેલા વિનાશક ભૂકંપ પછી ક્યારેક-ક્યારેક ધરતીના પેટાળમાં હલચલ થતી રહે છે. આ વચ્ચે કચ્છને ફરી એકવાર ભૂકંપના આંચકાએ ધ્રૂજાવ્યું છે. ભચાઉ નજીક ભુકંપ આંચકો અનુભવાયો. રિકટેર સ્કેલ પર 3.1 ની તીવ્રતા નોંધાઇ.
ભચાઉથી 26 કિમી દૂર નોંધાયું કેન્દ્રબિંદુ
કચ્છમાં ફરી એક વખત ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. 11:11 મિનિટે ભુકંપનો આંચકો અનુભવાયો. ભચાઉથી 26 કિમિ દૂર કેન્દ્રબિંદુ નોંધાયું.
કચ્છમાં જાન્યુઆરી માસમાં 5 આંચકા અનુભવાયા
26 મી જાન્યુઆરી ના દિવસે આવેલ વિનાશક ભૂકંપ હજુ પણ નથી ભૂલાયો. અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. આ દરમિયાન કચ્છ જિલ્લામાં અનેક વખત ભૂકંપના આંચકાથી લોકોમાં ડરનું સામ્રાજ્ય જામ્યું છે. ત્યારે છેલ્લા એક મહિનામાં કચ્છ જિલ્લામાં 5 ભૂકંપના આંચકા અનુભવાયા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: રાહુલ ગાંધીની વધી શકે છે મુશ્કેલી, માનહાનિ કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં અરજી
જાન્યુઆરી માસમાં અનુભવાયા ભૂકંપના આંચકા
ADVERTISEMENT
- 7 જાન્યુઆરીએ 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
- 11 જાન્યુઆરીએ 3.1. ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
- 19 જાન્યુઆરીએ 3.0 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
- 30 જાન્યુઆરીએ 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
- 30 જાન્યુઆરીએ 4.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT