JNUમાં ચોક્કસ સમુદાય વિરોધી સુત્રોચ્ચારનો મુદ્દો ગરમાયો, યુવાનોએ કલેક્ટરની ગાડી પાસે વિરોધ કર્યો
સુરેન્દ્રનગરઃ JNU કેંપસની ઘણી બિલ્ડિંગની દિવાલો પર ગુરૂવારે અસામાજિક તત્વો દ્વારા બ્રાહ્મણ વિરોધી નારા લખવામાં આવ્યા હતા. જેની તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી હતી.…
ADVERTISEMENT
સુરેન્દ્રનગરઃ JNU કેંપસની ઘણી બિલ્ડિંગની દિવાલો પર ગુરૂવારે અસામાજિક તત્વો દ્વારા બ્રાહ્મણ વિરોધી નારા લખવામાં આવ્યા હતા. જેની તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી હતી. તેવામાં આ મુદ્દે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યુવાનો બ્રહ્મસંગઠનના નેજા હેઠળ રજૂઆત કરવા આવ્યા હતા. પરંતુ આ દરમિયાન પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે તેમને યોગ્ય પ્રતિસાદ ન મળતા યુવાનો કલેક્ટરની ગાડી પાસે બેસી રામધૂન ગાવા લાગ્યા હતા. ચલો આ સમગ્ર ઘટનાક્રમ પર વિગતે નજર કરીએ….
બ્રહ્મ સમાજના યુવાનોએ રામધૂન બોલાવી
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીએ યુવાનોએ બ્રહ્મ સંગઠનના નેજા હેઠળ રજૂઆત કરી હતી. જેમાં તેમણે JNUમાં અસામાજિક તત્વોની ધમકીભર્યા લખાણ અને અપમાનજનક શબ્દો લખાયા મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. જોકે પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે જિલ્લા કલેક્ટરે યોગ્ય રીતે રજૂઆત ન સાંભળતા બ્રહ્મ સમાજના યુવાનોએ કલેક્ટરની ગાડી પાસે બેસી રામધૂન બોલાવી હતી.
જાણો સમગ્ર મામલો….
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) કેમ્પસની અનેક બિલ્ડિંગ્સની દિવાલો ગુરુવારે બ્રાહ્મણ વિરોધી સૂત્રોચ્ચારથી રંગાઈ ગઈ હતી. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહી છે. વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ-II ઈમારતની દિવાલોને વિવિધ સમુદાયો વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે રંગવામાં આવી હતી. જોકે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે યૂનિવર્સિટીના વાઈસ ચાન્સેલરે આ ઘટનાની ગંભીરતાને સમજી નોટિસ બહાર પાડી છે. આની સાથે અસામાજિક તત્વોના આ કૃત્યની નિંદા પણ કરી છે.
ADVERTISEMENT
With input: Sajid Belim
ADVERTISEMENT