અપક્ષ ઉમેદવાર પોતાના મુદ્દાથી નહીં મૂછોથી આવ્યો ચર્ચામાં! જાણો આ ચૂંટણીનો રસપ્રદ કિસ્સો….

ADVERTISEMENT

vlcsnap-2022-11-28-15h00m14s398
vlcsnap-2022-11-28-15h00m14s398
social share
google news

હસમુખ પટેલ/ હિંમતનગરઃ હાજીપુર ગામના મગનલાલ સોલંકીએ હિંમતનગર વિધાનસભાથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેવામાં હવે ગુજરાતમાં ચૂંટણીને ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે વિવિધ પાર્ટીઓ જનતાને રિઝવવા માટે ગેરન્ટીઓ અથવા વિકાસના મુદ્દે ચૂંટણી લડી રહી છે. આ દરમિયાન જોવાજેવું એ રહ્યું છે કે હિંમતનગરના અપક્ષ ઉમેદવાર પોતાના મુદ્દાઓ કરતા વધારે પોતાની મુછોના કારણે ચર્ચાનો વિષય બન્યા છે. તેમને લોકો પણ જાણો મૂછોના કારણે જ ઓળખતા હોય એમ લાગી રહ્યું છે. તો ચલો આપણે વિધાનસભા ચૂંટણીના આ કિસ્સા પર નજર કરીએ…

vlcsnap-2022-11-28-15h00m00s993

જાણો મુછોના કારણે પ્રખ્યાત મગનભાઈ વિશે….
ગુજરાત વિધાનસભામાં ચૂંટણી લડવા નવા નવા આયોજન અને લોકોને કઈક અલગ આકર્ષવા માટે પ્રયત્નો કરવા માગતા હોય છે. આવું જ કઈક હિંમતનગરના પ્રચાર માટે અપક્ષનાં ઉમેદવાર મગનભાઈ પોતાની લાંબી મૂછોના કારણે લોકોમાં જાણીતા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેમની મૂછો લગભગ 5 ફૂટ લાંબી છે. તેઓ જ્યા પ્રચારમાં જાય છે ત્યાં આ મૂછો બતાવી લોકોને આકર્ષિત કરે છે. તેમનું ચૂંટણી ચિહ્ન સફરજન છે.

ADVERTISEMENT

vlcsnap-2022-11-28-15h00m14s398

મગનભાઈ સૈન્યમાં ફરજ બજાવી ચૂક્યા છે…
મગનભાઈ દેશની સેવા પણ કરી ચૂક્યા છે. તેઓ કાર્ગિલ યુદ્ધમાં લડ્યા હતા. મગનભાઈ દેશના વીર છે, જેઓ સૈન્યમાં નાયબ સૂબેદાર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. મગનભાઈ સોલંકી સૈન્યમાં કામગીરી બદલ 6 મેડલ મેળવી ચૂક્યા છે.

ADVERTISEMENT

મગનભાઈ સોલંકીએ કહ્યું છે કે ખેડૂતોના દેવા માફ કરવા, બેરોજગારી, પાક વીમાનો પ્રશ્ન અને અસહ્ય મોંઘવારીથી ગરીબોની સ્થિતિ કફોડી બનતા તેઓ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT