'મારી ઘરવાળી ખરાબ હતી, મને મૂકીને બીજી જગ્યાએ જતી હતી', રાજકોટમાં પત્નીની કરપીણ હત્યા બાદ પતિએ બનાવ્યો વીડિયો

ADVERTISEMENT

Rajkot Crime News
Rajkot Crime News
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

રાજકોટમાં પતિએ પત્નીની કરી હત્યા

point

પત્નીની હત્યા બાદ પતિએ બનાવ્યો વીડિયો

Rajkot Crime News: રાજકોટ શહેરમાંથી એક હચમચાવી નાખે એવા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ શહેરની અંબિકા ટાઉનશિપમાં આવેલી શાંતિવન સોસાયટીમાં પતિએ પત્નીની માથામાં પથ્થરનો બ્લોક મારીને કરપીણ હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો છે. પત્નીની હત્યા કર્યા બાદ પતિએ વીડિયો બનાવ્યો હતો. તો તેણે સામેથી જ પોલીસ સમક્ષ સરેન્ડર પણ કરી દીધું હતું. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે. 

 માથામાં પથ્થરનો બ્લોક મારીને હત્યા

મળતી માહિતી અનુસાર,  રાજકોટના સ્પીડ વેલ પાર્ટી પ્લોટ પાસે આવેલી અંબિકા ટાઉનશીપમાં રહેતા અંબિકા સિરોડી નામની મહિલાની તેના પતિએ માથામાં પથ્થરનો બ્લોક મારીને હત્યા કરી દીધી હતી. પત્નીની હત્યા કરી પતિએ વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં તેણે પત્નીની લાશ પણ બતાવી હતી. 

હત્યા બાદ બનાવ્યો વીડિયો

આરોપી પતિએ વીડિયોમાં જણાવ્યું હતું કે, 'મારી પત્ની ખરાબ હતી એટલે મેં તેને મારી નાખી છે, તેણે મારા મિત્ર સાથે આડા સંબંધો બાંધ્યા હતા, હું સામેથી પોલીસ સામે સરન્ડર કરું છું, મને માફ કરજો...'

ADVERTISEMENT

પોલીસે શરૂ કરી તપાસ

હાલમાં આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે હત્યારા પતિને રાઉન્ડ અપ કરી વધુ તપાસ શરૂ કરી છે. 

(ઈનપુટઃ રોનક મજીઠિયા, રાજકોટ)
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT