સરકારને હાઇકોર્ટના આદેશની પણ અસર નથી, અધિકારીઓ-ઢોર ખુલ્લેઆમ ફરે છે, વધુ એકનું મોત
અમદાવાદ: કોઈ રાજકીય પક્ષ માટે નહીં પણ રાજ્યની જનતા માટે મોટો મુદ્દો હાલ કોઈ હોય તો તે છે રખડતાં પશુઓ. દિવસેને દિવસે પશુઓના કારણે અનેક…
ADVERTISEMENT
અમદાવાદ: કોઈ રાજકીય પક્ષ માટે નહીં પણ રાજ્યની જનતા માટે મોટો મુદ્દો હાલ કોઈ હોય તો તે છે રખડતાં પશુઓ. દિવસેને દિવસે પશુઓના કારણે અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે તો અનેક લોકો ઇજાગ્રસ્ત થઈ ચૂક્યા છે. થોડા સમય પહેલા રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રીને પણ રખડતાં પશુનો આકરો અનુભવ થઈ ચૂક્યો છે. સુપ્રીમકોર્ટની ટકોર બાદ તંત્ર દ્વારા રખડતાં પશુ અંગે આળસ મરડી છે અને કાર્યવાહી શરૂ કરી છે છતાં વધુ એક વ્યક્તિએ તંત્રની ભૂલના કારણે જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં રખડતાં પશુના કારણે વધુ એક મોતની ઘટના સામે આવી છે.
ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં રખડતા પશુના કારણે એક યુવકે જીવ ગુમાવ્યો છે. ગારીયાધારમાં રખડતાં પશુએ ભાવેશ મકવાણા નામના યુવકને હડફેટે લીધો હતો રખડતા પશુએ હડફેટમાં લેતા તેનું મોત નિપજ્યું છે. ગારીયાધારમાં ધોળાકુવા પાસે રખડતા પશુએ ભાવેશ મકવાણા નામના યુવકને અડફેટે લીધો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. તંત્રની બેદરકારીએ યુવકનો જીવ લીધો છે. છેલ્લા એક વર્ષમાં 5000 જેટલા અકસ્માત રખડતાં પશુના કારણે થયા છે.
રખડતાં પશુના કારણે અકસ્માત વધ્યા
રખડતાં પશુઓના કારણે અકસ્માતનું પ્રમાણ સતત વધી રહ્યું છે. રખડતાં પશુએ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રીને પણ બાકાત રાખ્યા નથી. રખડતાં પશુના કારણે ઓગસ્ટ 2021માં 314 અકસ્માત થયા છે. સપ્ટેમ્બર 2021માં 372, ઓક્ટોબર 2021માં 447, નવેમ્બર 2021માં 438, ડિસેમ્બર 2021માં 375 અકસ્માત થયા હતા. જેરે 2022ની વાત કરવામાં આવે તો જાન્યુઆરી 2022માં 375, ફેબ્રુઆરીમાં 359 અકસ્માત, માર્ચમાં 392 એપ્રિલમાં 465 અકસ્માત, મે મહિનામાં 444, જૂન મહિનામાં 423 જૂલાઇમાં 457 લોકો રખડતાં પશુઓની અડફેટે ચડ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT