સમગ્ર દેશ માતમ માનવી રહ્યો હતો ત્યારે ઋષિકેશ પટેલે પાર્ટી કરી? જાણો કોણે લગાવ્યો આરોપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: મોરબીની ઘટનાએ સૌ કોઈને હચમચાવી દીધા છે. છેલ્લા 24 કલાકથી દેશભરમાં મોરબીમાં થયેલ દુર્ઘટના અંગે ચર્ચા થઈ રહી છે. મોરબીમાં થયેલ દુર્ઘટનાથી 134 લોકોના મૃત્યુ થયા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનો પાર્ટી કરતો વિડીયો જાહેર કર્યો છે અને તેના પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, જ્યારે ગુજરાત અને પુરો દેશ માતમ માનવી રહ્યું હતું ત્યારે ભાજપના સ્વાસ્થ્ય મંત્રી આતિશબાજી કરી અને પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા હતા.

આમ આદમી પાર્ટી હવે ભાજપ સામે આક્રમક રીતે લડી લેવાના મૂડમાં છે ત્યારે સવારથી ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનો બર્થ ડે સેલિબ્રેટ કરતો એક વિડીયો વાઇરલ થઈ રહ્યો છે ત્યારે આ ઘટના ને લઈને આમ આદમી પાર્ટીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર વિડીયો શેર કરતાં કહ્યું કે, શર્મશાર ! જ્યારે ગુજરાત અને પુરો દેશ માતમ માનવી રહ્યો હતો ત્યારે ભાજપના સ્વાસ્થ્ય મંત્રી આતિશબાજી કરી અને પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા હતા.

ADVERTISEMENT

મોરબીની સિવિલ હોસ્પિટલમાં રતોરાત કલર કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે,  આવતીકાલે પીએમ મોદીના ફોટોશૂટમાં બિલ્ડીંગની પોલ ખુલ્લી ન પડે તે માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં રાતોરાત રંગકામ કરવામાં આવી રહ્યું છે. 141 લોકોના મોત થયા છે, સેંકડો લોકો ગુમ છે, અસલી ગુનેગારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ ભાજપના કાર્યકરો ફોટોશૂટ કરાવીને વાહવાહી કરવામાં વ્યસ્ત છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT