આરોગ્ય મંત્રી પદભાર સાંભળતા જ આવ્યા એક્શન મોડમાં: ગ્રામ્ય સ્તરે આરોગ્ય સુવિધાઓ વધારવા તૈયાર કર્યો પ્લાન

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારએ સત્તા સાંભળી લીધી છે તેમના મંત્રી મંડળે પણ ચાર્જ સાંભળી લીકે વિધિવત પદભાર સંભાળ્યા બાદ,  ઋષિકેશ પટેલે  કહ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી સહિત કેન્દ્રિય નેતૃત્વ દ્વારા જે વિઝન સાથે રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ કામગીરી કરવામાં આવનાર છે એ આજથી જ તમામ મંત્રી ઓએ શરૂઆત કરી છે. રાજ્યની અવિરત વિકાસયાત્રાને વધુને વધુ વેગવાન બનાવવા માટે આગામી પાંચ વર્ષમાં નવા વિઝન-ડોક્યુમેન્ટેશન સાથે એકશન પ્લાન બનાવીને કામગીરી હાથ ધરાશે.

આરોગ્ય વિભાગના બજેટમાં વધારો કરાયો 
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, રાજ્યની સિવિલ હોસ્પિટલો, જિલ્લા કક્ષાની હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા સબ સેન્ટરો ખાતે પૂરતા માનવબળ સહિત આનુષાંગિક સાધનો પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ બનાવાશે. રાજ્યમાં આરોગ્યલક્ષી સુવિધાઓનો વ્યાપ વધે તે માટે આરોગ્ય વિભાગના બજેટમાં ઉત્તરોત્તર વધારો કર્યો છે. જેના પરિણામે હાલ રાજ્યમાં તબીબી શિક્ષણ માટે 6700 થી વધુ બેઠકો ઉપલબ્ધ છે.

બેઠકોમાં કરાયો વધારો
પોસ્ટ ગ્રેજ્યુએટની બેઠકોમાં પણ ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. જેના લીધે સુપર સ્પેશ્યાલીટી સારવારમાંપણ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. રાજ્યના ચારેય ઝોનમાં સુપર સ્પેશ્યાલિટી સારવાર વધુને વધુ ઉપલબ્ધ બને તે આશયથી રાજ્ય સરકાર દ્વારા માસ્ટર પ્લાન બનાવીને સંપૂર્ણ તૈયારીઓ કરી દેવાઇ છે અને એ મુજબ કામગીરી હાથ ધરવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT