વિધાનસભામાં ગુજરાત આતંકવાદ અને સંગઠીત ગુના નિયંત્રણ સુધારા બીલ પસાર, જાણો શું કહ્યું કોંગ્રેસે
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી વર્ષના અંતે યોજાવા જઇ રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભૂપેન્દ્ર પટેલની સરકાર અને 14 મી વિધાનસભાનું અંતિમ સત્ર મળ્યું છે.…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી વર્ષના અંતે યોજાવા જઇ રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભૂપેન્દ્ર પટેલની સરકાર અને 14 મી વિધાનસભાનું અંતિમ સત્ર મળ્યું છે. આ દરમિયાન ગુજરાત આતંકવાદ અને સંગઠીત ગુના નિયંત્રણ સુધારા બીલ પસાર કરવામાં આવ્યું.
ચૂંટણી પૂર્વે સત્ર મળી રહ્યું છે ત્યારે આ સત્રમાં વિધાનસભા ગૃહના પ્રથમ દિવસે ત્રીજું બિલ ગુજસીટોક સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ પર આશરે એક કલાક કરતાં વધુ સમય સુધી ચર્ચા ચાલી હતી. ચર્ચા બાદ આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. વર્ષ 2015માં ગુજરાત સરકારે ગુજસીટોક કાયદો લાગુ કર્યો ત્યારે રાજ્યમાં હવે કોઈ પણ આતંકી પ્રવૃત્તિ નહીં થાય તેવા દાવા કરવામાં આવ્યા હતા. બીજી તરફ વિપક્ષે ડ્રગ્સ માફિયાઓનો પણ ગુજસીટોકમાં સમાવવા માંગ કરી હતી. છેલ્લાં એક વર્ષમાં ગુજરાતમાં રૂપિયા 6500 કરોડ કરતાં પણ વધારે રકમનું ડ્રગ્સ ઝડપાયું હોવાના સત્તાવાર આંકડા ગૃહ વિભાગ દ્વારા અગાઉ આપવામાં આવ્યા છે.
વિસંગતતા દૂર કરવા માટે રાજ્ય સરકારે વટહુકમ બહાર પાડ્યો
ગુજરાત વિધાનસભાના 2 દિવસીય સત્રમાં વિધાનસભા સત્રના પ્રથમ દિવસે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંધવીએ ગૃહમાં ગુજરાત આતંકવાદ અને સંગઠીત ગુના નિયંત્રણ સુધારા બીલ પસાર કરતાં જણાવ્યું કે, ગુજસીટોક કાયદાની જોગવાઈઓમાં વિસંગતતા દૂર કરવા માટે રાજ્ય સરકારે વટહુકમ બહાર પાડ્યો હતો એને કાયદાનું સ્વરૂપ આપવા માટે આ સુધારા વિધેયક લાવવામાં આવ્યું છે. ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોને વધુને વધુ સુરક્ષિત કરવા માટે સમયબધ્ધ આયોજન કરીને અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે, આતંકવાદી પ્રવૃત્તિઓને અટકાવવા અને તેનું નિયંત્રણ કરવા માટે વિશેષ જોગવાઇઓ કરવા અને સંગઠિત ગુના સિન્ડિકેટ્સની ગુનાહિત પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા તેમજ તેની સાથે સંકળાયેલી અને તેને આનુષાંગિક બાબતો માટે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ, 2015થી રાજ્યમાં અમલમાં છે. આ અધિનિયમના અમલ દરમિયાન કોઇ પણ જોગવાઇનું રાજ્યમાંની વ્યક્તિઓને બિનજરૂરી મુશ્કેલીમાં મૂકે તેવું ખોટું અર્થઘટન ન થાય તેમજ અમુક જોગવાઈઓ વધુ અર્થપૂર્ણ બનાવવા અને તેનું સરળ અર્થઘટન કરવા માટે સરકારે આ અધિનિયમની કલમ ૨-ની પેટા-કલમ (૧)નો ખંડ (ચ), કલમ ૪ અને કલમ ૨૦ની પેટા-કલમ (૫)માં સુધારા કર્યા છે.
ADVERTISEMENT
રાજકીય દબાણ માટે ગુજસીટોકનો ઉપયોગ: શૈલેષ પરમાર
વિધાનસભામાં ગુજરાત આતંકવાદ અને સંગઠીત ગુના નિયંત્રણ સુધારા બીલ પસાર કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે બિલ સંદર્ભે પોતાના વિચાર રજૂ કર્યા હતા જેમાં તેમણે જણાવ્યું હતું કે, કાયદો જ્યારે લાવવામાં આવ્યો ત્યારે ગુજરાતમાં આતંકી કૃત્ય નહીં થાય તેમ કહેવાતું હતું. આ કાયદામાં ખંડણી, જમીન પચાવી પાડવી વગેરે જેવા ગુના કે જેનો આતંકી પ્રવૃત્તિ સાથે કોઈ સબંધ નથી તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજસીટોક કાયદાનો ઉપયોગ રાજકીય દબાણ માટે કરવામાં આવે છે, જે ના થવો જોઈએ.
ADVERTISEMENT
ADVERTISEMENT