સરકારે IT નિયમોમાં કર્યો ફેરફાર, આ નિયમો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે ફરજિયાત બન્યા
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી સંબંધિત નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. સુધારેલા આઇટી નિયમો હેઠળ, સોશિયલ પ્લેટફોર્મ ટ્વિટર, ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને ભારતના બંધારણની…
ADVERTISEMENT
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી સંબંધિત નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. સુધારેલા આઇટી નિયમો હેઠળ, સોશિયલ પ્લેટફોર્મ ટ્વિટર, ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને ભારતના બંધારણની જોગવાઈઓ અને દેશના સાર્વભૌમત્વના નિયમોનું પાલન કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કન્ટેન્ટ અને અન્ય બાબતો અંગેની ફરિયાદો માટે એક એપેલેટ પેનલની રચના કરવામાં આવશે. જે યુઝર્સની સમસ્યાઓનું નિરાકરણ કરશે.
આ સમિતિઓ મેટા અને ટ્વિટર જેવી સોશિયલ મીડિયા કંપનીઓ દ્વારા સામગ્રી મધ્યસ્થતાના નિર્ણયોની સમીક્ષા કરી શકશે. શુક્રવારે જાહેર કરાયેલ ગેઝેટ નોટિફિકેશન મુજબ, ‘ફરિયાદ અપીલ સમિતિ’ની રચના ત્રણ મહિનામાં કરવામાં આવશે. યોગાનુયોગ, આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લા ઇન્કના CEO એલોન મસ્કે ટ્વિટર હસ્તગત કરી લીધું છે.
કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા આચાર સંહિતા) સુધારા નિયમો, 2022 જાહેર કર્યા છે. આ સંદર્ભમાં ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને કહ્યું- ‘યુઝર્સને સશક્તિકરણ, ગોપનીયતા નીતિ અને મધ્યસ્થી માટે વપરાશકર્તા કરાર આઠ શેડ્યૂલ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ADVERTISEMENT
Empowering users.
Privacy policy and user agreements of intermediary to be made available in the Eighth Schedule Indian languages. #IntermediaryGuidelinesAmendment
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) October 28, 2022
ADVERTISEMENT
યુઝર્સ કરી શકશે ફરિયાદ
મળતી માહિતી મુજબ IT નિયમોમાં ફેરફાર અંગે મહિનાઓથી કામ ચાલી રહ્યું હતું. અગાઉ પણ ડિજિટલ પ્લેટફોર્મ પર મનસ્વી રીતે કામ કરવાના આરોપો લાગ્યા છે. હવે નવા ફેરફારો સાથે, યુઝર્સને અપીલ સમિતિઓના રૂપમાં એક નવું પ્લેટફોર્મ મળશે, જે ફરિયાદો માટે અપીલ મિકેનિઝમને સજ્જ કરશે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મના અધિકારીઓના નિર્ણયો સામે ફરિયાદો નોંધાવી શકશે.
ADVERTISEMENT
ત્રણ મહિનાની અંદર અપીલ સમિતિની થશે રચના
આઇટી નિયમોમાં સુધારાના સંબંધમાં જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા એથિક્સ) સુધારા નિયમો 2022ની શરૂઆતની તારીખથી ત્રણ મહિનાની અંદર સૂચના દ્વારા એક અથવા વધુ ફરિયાદ અપીલ સમિતિઓની રચના કરશે. દરેક ફરિયાદ અપીલ સમિતિમાં એક અધ્યક્ષ આબે બે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા બે સભ્યોનો સમાવેશ થશે.
30 દિવસમાં આવશે નિરાકરણ
જો કોઈ વ્યક્તિ ફરિયાદ અધિકારીના નિર્ણય સાથે અસંમત હોય, તો તે ફરિયાદ અધિકારી પાસેથી માહિતી મળ્યાના ત્રીસ દિવસમાં અપીલ સમિતિને ફરિયાદ કરી શકે છે. ફરિયાદ અપીલ પેનલ આવી અપીલનો ‘ઝડપથી’ નિકાલ કરશે અને આખરે અપીલ મળ્યાની તારીખથી ત્રીસ દિવસની અંદર મુદ્દાનું સમાધાન કરવાનો પ્રયાસ કરશે.
ADVERTISEMENT