ફ્રી અન્ન યોજના લંબાવાઇ :ગરીબ કી થાલી મે પુલાવ આયા હૈ લગતા હૈ કહી પે ચુનાવ આયા હૈ
અમદાવાદ : દિવાળી અગાઉ મોદી સરકારની ભેટ, મફત રાશન યોજના વધુ ત્રણ મહિના લંબાવાતા ગુજરાતના 3 કરોડ 48 લાખ લોકોને સીધો જ લાભ મળશે. વડાપ્રધાન…
ADVERTISEMENT
અમદાવાદ : દિવાળી અગાઉ મોદી સરકારની ભેટ, મફત રાશન યોજના વધુ ત્રણ મહિના લંબાવાતા ગુજરાતના 3 કરોડ 48 લાખ લોકોને સીધો જ લાભ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો હતો. ઓકટોબર ૨૦૨૨થી ડીસેમ્બર -૨૦૨૨ સુધી લાભ મળશે. આ યોજના હેઠળ દેશમાં 122 લાખ મેટ્રિક ટન અનાજનું વિતરણ કરવામાં આવશે. આ યોજનાથી 80 કરોડ લોકોને સીધો ફાયદો થશે, જો કે તેના માટે કુલ ₹ 44,762 કરોડનો ખર્ચ પણ થશે.
કેન્દ્ર સરકારે યોજનાને ત્રણ મહિના વધારવાને મંજૂરી આપી
કેન્દ્ર સરકારે બુધવારે (28 સપ્ટેમ્બર) તહેવારોની આ સિઝનમાં લોકોને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મફત રાશન યોજનાને અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ મફત રાશન યોજનાને વધુ ત્રણ મહિના સુધી લંબાવવામાં આવી છે. તેનાથી ગુજરાતના 3 કરોડ 48 લાખ લોકોને નિયમિત મળવાપાત્ર અનાજ ઉપરાંત વ્યક્તિ દિઠ 5 કિલો અનાજનો વિનામૂલ્યે લાભ મળશે. આ યોજના અંતર્ગત દેશમાં 122 લાખ મેટ્રિક ટન અનાજનું વિતરણ કરવામાં આવશે અને 80 કરોડ લોકોને ફાયદો થશે. જેના માટે કુલ ₹ 44,762 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
યોજનાનો સાતમો તબક્કો જાહેર
આજે આ યોજનાનો સાતમો તબક્કો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ઓકટોબરથી ડીસેમ્બર -2022 એમ વધુ ત્રણ માસ માટે ગુજરાત રાજ્યના “રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા -૨૦૧૩” હેઠળ સમાવિષ્ટ ૭૧ લાખ રેશનકાર્ડધારક કુટુંબની 3 કરોડ 48 લાખ જનસંખ્યાને નિયમિત મળવાપાત્ર અનાજ ઉપરાંત વ્યક્તિ દિઠ 5 કિલો અનાજ (ઘઉં અને ચોખા)નો વિનામૂલ્યે લાભ મળશે.
ADVERTISEMENT
30 સપ્ટેમ્બરે યોજના પુર્ણ થઇ રહી હતી
ભારત સરકાર દ્વારા કોવિડ-૧૯ની મહામારીને નિયંત્રણમાં લેવા માટે લાગુ કરાયેલ અનિવાર્ય લોકડાઉન પરિસ્થિતિના લીધે કોઈ પણ ગરીબને ભૂખ્યું ન રહેવુ પડે અને જરૂરિયાતમંદોને ભોજન મળી રહે તે માટે એપ્રિલ 2020 માં મફત રાશન વિતરણ યોજના કોવિડ રાહત યોજના તરીકે શરૂ કરવામાં આવી હતી. આ યોજના 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ રહી હતી. આ યોજના હેઠળ લગભગ 80 કરોડ લોકોને પ્રતિ વ્યક્તિ 5 કિલો અનાજ વિનામૂલ્યે આપવામાં આવે છે.
ADVERTISEMENT