Breaking News : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈના પરિવારને નડ્યો માર્ગ અકસ્માત

ADVERTISEMENT

gujarattak
social share
google news

કર્ણાટક: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી તથા તેમના પરિવાર સાથે માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. પ્રહલાદ મોદીની કારનો અકસ્માત કર્ણાટકના મૈસૂરમાં બની હતી. અકસ્માત સમયે તેમની સાથે કારમાં તેમની પત્ની, પુત્ર અને પુત્રવધૂ પણ હાજર હતા. અકસ્માતમાં પ્રહલાદ મોદીના પુત્ર અને પુત્રવધૂને વધુ ઈજાઓ થઈ છે. તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પરિવાર સાથે જઈ રહ્યા હતા
પ્રહલાદ મોદી પોતાની કારથી બેંગલોરથી બાંદીપુર તરફ જઈ રહ્યા હતા. મર્સિડિઝ બેંઝ ગાડીમાં સવાર પ્રહ્લાદ મોદીના દીકરા, પત્ની અને પૌત્ર પણ તેમના સાથે હતા. આ ઘટનામાં પ્રહ્લાદ મોદી, તેમની વહુ અને તેમના પૌત્રને ઈજા પહોંચી છે. ડ્રાઈવર સત્યાનારાયણને સામાન્ય ઈજા પહોંચી છે.

PM મોદીના ભાઇ પ્રહલાદ મોદીની કારને અકસ્માત નડ્યો છે. કર્ણાટક પાસીંગની મર્સિડિઝ ગાડીને ગંભીર અકસ્માત નડ્યો છે. પ્રહલાદ મોદીની ગાડી અચાનક ડિવાઇડર સાથે અથડાઇ હતી.  અને અકસ્માતમાં ગાડીનો આગળના બમ્પર સહિતના ભાગ પર ભારે નુકશાન થયું છે.

ADVERTISEMENT

 

 

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT