મતદાન વધારા ચૂંટણી પંચે ઘડિ રણનીતિ, વિવિધ એસોસીએશન સાથે કર્યા MoU
ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકીય પક્ષો પોતાના પક્ષના અને ઉમેદવારના પ્રચાર અને ઉમેદવારની પસંદગી માટે દોડધામ કરી રહી છે…
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકીય પક્ષો પોતાના પક્ષના અને ઉમેદવારના પ્રચાર અને ઉમેદવારની પસંદગી માટે દોડધામ કરી રહી છે ત્યારે બીજીતરફ ચૂંટણી પંચ પણ મતદાન વધે અને નવા મતદારો જોડાય તથા ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે મથી રહી છે. મતદાન જાગૃતિ વધારવા માટે ચૂંટણી પંચ વિવિધ MoU કરી રહી છે ત્યારે હવે મેડિકલ એસોસિએશન સાથે MoU કરવામાં આવ્યા છે.
ગુજરાત ચૂંટણી પંચે રાજ્યના દરેક મતદાર સુધી પહોંચવા માટે રણનીતિઓ તૈયાર કરી રહી છે. ત્યારે હવે મેડિકલના એસોસિએશન સાથે MoU કર્યા છે. ગુજરાત ચૂંટણી પંચ અને ગુજરાત કેમિસ્ટ એસોસિએશન વચ્ચે MoU થતા
હવેથી રાજ્યના મેડિકલ સ્ટોર પરથી મતદાનનો પ્રચાર થશે. એટલે કે મેડિકલ સ્ટોર પર આવતા દર્દીઓને મતદાન કરવા સમજાવાશે. રાજ્યના 32 હજાર મેડિકલ સ્ટોર સાથે ચૂંટણી પંચે MoU કર્યા છે.
ચૂંટણીમાં મહત્તમ મતદારોની સહભાગિતા સુનિશ્ચિત કરવા રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા વધુ ૦૩ MoU કરવામાં આવ્યા.#CEOGujarat #MoU #AccessibleElections #AVSAR #GujaratElectionDepartment #GujaratElections2022 pic.twitter.com/pDzI3hsvn0
— Chief Electoral Officer, Gujarat (@CEOGujarat) September 22, 2022
ADVERTISEMENT
વાજબી ભાવની દુકાનો પર થશે મતદાનનો પ્રચાર
રાજ્યના રાશનકાર્ડ ધારકો મતદાર યાદીમાં પોતાના નામની ચકાસણી કરે, પોતે મતદાન કરે અને મતદાન કરવા પ્રેરિત કરે તે માટે જાગૃતિ કેળવવા, અન્ન અને નાગરિક પુરવઠા નિયામક તુષાર ધોળકિયા દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતી સાથે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. નિયામકશ્રી, અન્ન અને નાગરિક પુરવઠાની કચેરી,રાજ્યની 17,000 વાજબી ભાવની દુકાનોના દુકાનદારો સાથે સંક્ળાયેલા 71 લાખ પરિવારોની 3.5 કરોડની જનસંખ્યા માટે મતદાન જાગૃતિનું કામ કરશે.
ADVERTISEMENT
હોટેલના સંચાલકો સાથે થયા MoU
રાજ્યની પ્રતિષ્ઠિત 300 હોટેલના સંચાલકો પણ મતદાન જાગૃતિ કાર્યમાં સાથ આપે તે માટે ગુજરાતના હૉટેલ એન્ડ રેસ્ટોરરેન્ટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણી અને મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT