પાદરા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની હાર પક્ષના કારણે થઈ? જાણો શું આપ્યું નિવેદન
દિગ્વિજય પાઠક, વડોદરા: ગુજરાત વિધાનસભણી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. આજે જાહેર થશે કે જનતા ગુજરાતની ગાદી કોને સોંપવા ઈચ્છે છે. ગુજરાતમાં આજે ચિત્ર સ્પષ્ટ…
ADVERTISEMENT
દિગ્વિજય પાઠક, વડોદરા: ગુજરાત વિધાનસભણી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. આજે જાહેર થશે કે જનતા ગુજરાતની ગાદી કોને સોંપવા ઈચ્છે છે. ગુજરાતમાં આજે ચિત્ર સ્પષ્ટ થશે કે સત્તાનું પરિવર્તન થશે કે પુનરાવર્તન. આ દરમિયાન પાદરા બેઠક પર જનાદેશ જાહેર થઈ ચૂક્યો છે. જેમાં BJP માંથી ચૈતન્ય સિંહ ઝાલાની જીત થઈ ચૂકી છે. આ દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢિયારનું નિવેદન સામે આવ્યું છે. તેમણે હારનું ઠીકરું પક્ષ પર ફોડ્યું છે.
પાદરા બેઠક પરથી જશપાલ સિંહ પઢિયારની હાર થતાં તેમણે નિવેદન આપતા કહ્યું કે પાદરાની જનતાએ જનાદેશ આપ્યો છે તે શિરોમાન્ય છે. ને 2017થી જનતા એ વિશ્વાસ મૂક્યો તે સાર્થક કરવા હું લોકો વચ્ચેરહ્યો છું. જનતાના પ્રાણપ્રશ્નો લાવવામાં સફળ રહ્યો છું. ત્રી પાંખિયો જંગ હતો. જનતા મારી સાથે છે. ક્યાંક અમારી કચાસ રહી છે એ સુધારશું. જનતા સાથે રહીશું. જ્ઞાતિ વાદ જેવુ નથી. પણ પાર્ટીઅને બધી બાબતોને જોઈ ચુકાદો લોકોએ આપ્યો છે.
દિનુમામાનો જાદુ ન ચાલ્યો
પાદરા બેઠક પર ભાજપના ચૈતન્યસિંહ ઝાલાની જીત થઈ છે. કોંગ્રેસના ઉમેદવાર જશપાલ સિંહ પઢિયારની હાર થઈ છે. કોંગ્રેસ અને ભાજપની સામે આમ આદમી પાર્ટીએ સંદીપસિંહ રાજ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. પાદરા બેઠક પર દિનેશ પટેલ (દિનુમામા)નો જાદુ જોવા મળ્યો ન હતો અને તેઓ ત્રીજા નંબરે રહ્યાં હતા.
ADVERTISEMENT
પાદરા બેઠક પર 70 ટકાથી વધુ મતદાન
પાદરા બેઠક પર 122268 પુરુષ અને 115896 મહિલા મતદારો તથા 2 અન્ય મળી કુલ 238166 મતદાતાઓ છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર 76.79 ટકા મતદાન થયું હતું.
ADVERTISEMENT