કોંગ્રેસનો આરોપ, સરકાર પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવાથી ભાગે છે
અમદાવાદ: ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. ફક્ત 2 દિવસના સત્ર મામલે વિપક્ષે હોબાળો મચાવ્યો છે. ત્યારે આ આક્રમક બનેલા કોંગ્રેસના ધારાસભ્યો વેલ સુધી…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. ફક્ત 2 દિવસના સત્ર મામલે વિપક્ષે હોબાળો મચાવ્યો છે. ત્યારે આ આક્રમક બનેલા કોંગ્રેસના ધારાસભ્યો વેલ સુધી આવિ જતાં તેમણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે આ મામલે કોંગ્રેસના નેતા અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સરકાર પર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, સરકાર પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવાથી ભાગે છે.
સરકાર પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવાથી ભાગે છે
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્યુ કે, સરકાર પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવાથી ભાગે છે. બે દિવસ પૂરતું વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવી રહ્યું છે.ગુજરાતના 15 લાખ જેટલા કર્મચારીઓ પોતાના હક્ક માટે રસ્તા પર ઉતરી લડી રહ્યા છે. કર્મચારીઓના પ્રશ્ને ચર્ચા કરવાની કોંગ્રેસે માંગ કરી એના માટે સમય નથી આપતા. ગુજરાતમાં પેપર લીક કરવામાં આવ્યા તેની ચર્ચા કરવા માટે સરકાર પાસે સમય નથી, ગુજરાતમાં દરિયા કાંઠા પર ડ્રગ્સ ઉતરી રહ્યુ છે, ઉડતા ગુજરાત બની રહ્યુ છે, કાયદો વ્યવસ્થાની સ્થિતિ પડી ભાગી છે, તેની ચર્ચા કરવા માટે સરકાર પાસે સમય નથી. પોતાને બહુમતીના જોરે પોતે નક્કી કરેલા એજન્ડા મુજબ કામ કરવુ છે. આંદોલન કરી રહ્યા છે તેની પર એક કલાક ચર્ચા થવી જોઇએ તેવી માંગણી કરી, તેની સામે અમારા ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યુ કે આખા ગુજરાતના કર્મચારીઓ હજારોની સંખ્યામાં છેલ્લા કેટલાક સમયથી ગાંધીનગરમાં બેઠા છે. વિપક્ષ તેમણો અવાજ બનવા માંગે છે. પેપરલીક, ડ્રગ્સના કાળા કારોબારની વાત કરવા માંગીએ છીએ. બેરોજગારી,મોઘવારી અને ડ્રગ્સને લઇને વાત કરવા માંગીએ છીએ. કોંગ્રેસે કર્મચારીઓનો અવાજ બનવાની વાત કરી કે તરતજ કર્મચારીઓ પ્રત્યે દ્વેષ ભાવના હોય તે રીતે તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની વાત ચાલી રહી છે. તમામ ધારાસભ્યો સસ્પેન્ડ થાય તો પણ બેરોજગારી, મોંઘવારી, ડ્રગ્સ અને જૂની પેન્શન યોજના લાગુ કરવા બોલશે જ
ADVERTISEMENT
ADVERTISEMENT