સ્ટાર ફુટબોલર એમ્બાપ્પે અને મેસ્સી વચ્ચે મેદાન બહાર પણ ટક્કર, જાણો કમાણીનો કિંગ કોણ છે!

ADVERTISEMENT

gujarattak
social share
google news

ARGENTINA vs FRANCE, FINAL: ફીફા વર્લ્ડ કપ 2022નું ટાઈટલ આર્જેન્ટિનાએ પોતાના નામે કરી લીધું છે. હાથોમાં ટ્રોફી ઉઠાવીને ઉજવણી કરતા લિયોનલ મેસ્સીની તસવીરો અત્યારે વિશ્વભરના સોશિયલ મીડિયા પ્રોફાઈલ્સમાં છવાયેલી છે. પરંતુ એક ખેલાડી એવો છે જેણે ફાઈનલમાં આર્જેન્ટિનાના પરસેવા છોડાવી દીધા હતા. જી હાં… આપણે વાત કરી રહ્યા છીએ ફ્રાન્સના ખેલાડી કિલિયન એમ્બાપ્પે વિશે.. ફાઈનલની મેચમાં એમ્બાપ્પે અને મેસ્સી વચ્ચે ટૂર્નામેન્ટમાં પણ જંગ જામ્યો હતો. એ જંગ હતો આ ટૂર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી બનવાનો. જેમાં એમ્બાપ્પેએ બાજી મારી લીધી હતી. તો ચલો મેદાન બહાર પણ ચાલી રહેલી મેસ્સી અને એમ્બાપ્પેની ટક્કર પર વિગતવાર નજર કરીએ…

એમ્બાપ્પેએ ચાર ગોલ કર્યા…
આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે રમાયેલી ફાઇનલ મેચમાં એમ્બાપ્પેએ ચાર ગોલ કર્યા હતા. એમ્બાપ્પેએ ફાઈનલ મેચમાં હેટ્રિક ફટકારીને ઈતિહાસ રચ્યો હતો અને વર્લ્ડ કપમાં 8 ગોલ સાથે ગોલ્ડન શૂઝ જીત્યો હતો. 23 વર્ષીય એમ્બાપ્પએ વર્લ્ડ કપની ફાઇનલમાં આ રેકોર્ડ પોતાને નામ કર્યો હતો, જે સદીઓ સુધી યાદ રહેશે.

ADVERTISEMENT

કોની કેટલી કમાણી છે…
લિયોનલ મેસ્સીએ ફિફા વર્લ્ડ કપ 2022માં કુલ સાત ગોલ કર્યા હતા. પરંતુ હાર્યા બાદ પણ એમ્બાપ્પે આ ટૂર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી રહ્યો છે. આ વર્લ્ડ કપમાં તેણે કુલ આઠ વખત બોલ ગોલ પોસ્ટમાં નાખ્યો છે. જો આપણે મેસ્સી અને એમ્બાપ્પેની કમાણી વિશે વાત કરીએ તો બંને વચ્ચે ઘણો તફાવત છે. ફોર્બ્સ અનુસાર, 2022માં એમ્બાપ્પેની ઓન અને ઑફ ફિલ્ડ કમાણી 43 મિલિયન ડોલર છે. તેણે નાઇકી અને હુબ્લોટ સહિત અનેક બ્રાન્ડ સાથે ભાગીદારી કરી છે. બીજી તરફ, મેસ્સીની ઓન અને ઑફ ફિલ્ડની કમાણી 130 મિલિયન ડોલર રહી છે. આ રીતે મેસ્સી અત્યારે એમ્બાપ્પે કરતા ઘણો આગળ છે.

મેસ્સી અને એમ્બાપેની કમાણી વચ્ચેનો તફાવત
બીજી બાજુ, જો આપણે એમ્બાપ્પેની કુલ નેટવર્થ વિશે વાત કરીએ, તો અહેવાલો અનુસાર, તેની કુલ સંપત્તિ 150 મિલિયન ડોલર હોવાનું કહેવાય છે. બીજી તરફ, લિયોનેલ મેસીની કુલ સંપત્તિ 600 મિલિયન ડોલર છે. પરંતુ એ નોંધવું રહ્યું કે મેસ્સી હવે તેની કારકિર્દીના અંતિમ તબક્કામાં છે અને 23 વર્ષીય એમ્બાપ્પેએ સામે હજુ લાંબી કરિયરની સફર કાપવાની છે. ફૂટબોલ ક્લબ્સ એમ્બાપ્પે પર પૈસાનો વરસાદ કરી શકે છે. એમ્બાપ્પે માટે બ્રાન્ડ વેલ્યુમાં પણ જોરદાર વધારો થશે અને તેની સાથે તેની કમાણી પણ વધશે.

ADVERTISEMENT

એમ્બાપ્પેને ગોલ્ડન શૂઝ અને મેસ્સીને ગોલ્ડન બોલ
પેનલ્ટી શૂટઆઉટમાં ગયેલી અંતિમ મેચમાં આર્જેન્ટિનાએ 4-2થી જીત મેળવી હતી. ફાઈનલ મેચમાં એક તરફ લિયોનેલ મેસ્સી અને બીજી તરફ કિલિયન એમ્બાપે હતા. એક તરફ, મેસ્સીએ એક ગોલ કરીને પોતાની ટીમનું ખાતું ખોલાવ્યું, જ્યારે કિલિયન એમ્બાપેએ તેની ટીમ માટે જોરદાર વાપસી કરી. એક સમયે જ્યારે આર્જેન્ટિના 2-0થી આગળ હતું, ત્યારે કિલિયન એમ્બાપ્પેએ બે મિનિટમાં બે ગોલ કરીને ફ્રાન્સ માટે મેચને બરાબરી પર પહોંચાડી દીધી હતી.

ADVERTISEMENT

એમ્બાપ્પેએ એક્સ્ટ્રા ટાઈમમાં પણ ગોલ કર્યો અને ફાઈનલ મેચમાં હેટ્રિક ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ગોલ્ડન શૂઝ કિલિયન એમ્બાપ્પેને મળ્યું હતું, જ્યારે ગોલ્ડન બોલ લિયોનેલ મેસીએ જીત્યો હતો. મેસ્સીએ આ વર્લ્ડ કપમાં કુલ 7 ગોલ કર્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT