કોરોના સામેના જંગમાં કેન્દ્ર સરકાર સજ્જ, 27 તારીખે કરશે આ મોટું કામ…
અમદાવાદઃ અત્યારે ચીનમાં કોવિડની પરિસ્થિતિને જોતા વિશ્વભરમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે. ત્યારે હવે કેન્દ્ર સરકાર પણ ભારત દેશમાં કોરોનાને પહોંચી વળવા માટે સજ્જ છે.…
ADVERTISEMENT
અમદાવાદઃ અત્યારે ચીનમાં કોવિડની પરિસ્થિતિને જોતા વિશ્વભરમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે. ત્યારે હવે કેન્દ્ર સરકાર પણ ભારત દેશમાં કોરોનાને પહોંચી વળવા માટે સજ્જ છે. કોવિડની 2 મોટી લહેરોમાં હજારો પરિવારોના માળા વિખેરાઈ ગયા હતા. તેવામાં મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હવે કોઈ વધૂ ચૂક ન રહી જાય તેના માટે સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે.
કેન્દ્ર સરકારનો માસ્ટર સ્ટ્રોક
અત્યારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મોક ડ્રિલનું આયોજન કરાઈ રહ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે. આની સાથે જ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારતમાં કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર પણ પોતાની બેસ્ટ તૈયારીઓ બતાવી રહ્યું છે. 27 ડિસેમ્બરના દિવસે કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મોક ડ્રિલનું આયોજન પણ કરાયું છે.
મોકડ્રિલમાં શું શું કરાશે?
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દેશના તમામ રાજ્યોમાં આઈસોલેશન, ઓક્સિજન, ICU બેડ સહિતની ક્ષમતાની નોંધણી કરાઈ રહી છે. અહીં દરેક જિલ્લાની સુવિધાઓ પર સમીક્ષા કરવામાં આવશે. એટલું જ નહીં આના સિવાય ડોક્ટર્સ, નર્સ સહિતના સ્ટાફની સંખ્યા અને કામની વહેંચણી પર પણ ભાર મૂકાશે.
ADVERTISEMENT
ઈમરજન્સીમાં શું કરાશે?
મોક ડ્રિલની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અહીં ઈમરજન્સીમાં RTPCR, એમ્બ્યુલન્સ અને અન્ય કોવિડ માટેની સામગ્રીઓ પર ભાર મુકાયો છે. તથા વેન્ટિલેટરની અછત ન સર્જાય એના માટે પણ કટિબદ્ધતા દર્શાવાઈ છે.
નોંધનીય છે કે ભારત સરકારે ચીન, જાપાન, થાઈલેન્ડ, હોંગકોંગ અને સાઉથ કોરિયાથી આવતા મુસાફરોનો RTPCR ટેસ્ટ ફરજિયાત કરી દીધો છે. એટલું જ નહીં આના સિવાય વડાપ્રધાને પણ હાઈલેવલ મિટિંગો કરવાનું શરૂ કર્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT