ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 25 દિવસ ચાલશે, જાણો ક્યારે થશે શરૂ અને કેટલી બેઠકો મળશે

ADVERTISEMENT

gujarat Vidhansabha
gujarat Vidhansabha
social share
google news

દુર્ગેશ મહેતા, ગાંધીનગર: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બજેટ સત્રની માહિતી આપતા કહ્યું કે,  ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 23 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી યોજાશે. 25 દિવસ ચાલનારા આ સત્રમાં સરકાર બજેટ રજૂ કરશે.  24 ફેબ્રુઆરીએ વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવશે. વિધાનસભા સત્રમાં 27 બેઠકો મળશે.

રાજ્યમાં 15મી વિધાનસભાનું સત્ર 23 ફેબ્રુઆરીથી શરૂ થશે. 25 દિવસ ચાલનારા આ સત્રમાં સરકાર બજેટ રજૂ કરશે. સરકારી વિધેયકો અને અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા અને માંગણીઓ પર પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે.

રાજ્યપાલ કરશે ગૃહને સંબોધન
15 મી વિધાનસભાનું પ્રથમ બજેટ મળવા જઈ રહ્યું છે. ત્યારે તારીખ 23 ફેબ્રુઆરીના રોજ મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભા ગૃહને સંબોધન કરશે. જે બાદ વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના સંબોધનને લઈ આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.

ADVERTISEMENT

બજેટ પર 16 બેઠકમાં થશે ચર્ચા
વર્ષ 2023-24 નું બજેટ 24 ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ સત્ર બજેટનું સત્ર હોવાથી બજેટ પર સામાન્ય ચર્ચા અને માંગણી ઉપર ચર્ચા તેમજ મતદાન માટે બેઠકો થશે. વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલા બજેટ પર 16 બેઠકમાં ચર્ચા થશે.

આ પણ વાંચો: દશેરાના દિવસે જ ઘોડું ના દોડ્યું, સંતરામપુરમાં 1.5 કરોડના બાઈક સળગી ગયા પાલિકાનો બંબો ચાલુ જ ન થયો

ADVERTISEMENT

પ્રથમ બેઠક પ્રશ્નોતરીની
સત્ર દરમિયાન સરકારી વિધેયકો તેમજ સરકારી કામકાજ માટેની ચર્ચા માટે પાંચ બેઠકો રાખવામાં આવી છે. જે અંતર્ગત સરકારી વિધેયકો તેમજ સરકારી કામકાજના પ્રશ્નોની ચર્ચા થશે. વિધાનસભા સત્ર દરમિયાન દિવસના પ્રથમ એક કલાક દરરોજ પ્રશ્નોત્તરી માટેનો રહેશે.

ADVERTISEMENT

કનુ દેસાઇ રજૂ કરશે બજેટ 
ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં નાણાંપ્રધાન તરીકે ફરીથી કનુભાઈ દેસાઈએ જવાબદારી સંભાળી છે. જ્યારે જૂની સરકારમાં પણ કનુભાઈ દેસાઈ જ નાણાપ્રધાન તરીકે નાણાકીય વર્ષ 2022-23 નું બજેટ રજૂ કર્યું હતું. ત્યારે હવે ફરીથી એટલે કે બીજી વખત ગુજરાત વિધાનસભા ગૃહમાં કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે. કનુભાઈ દેસાઇ 15મી વિધાનસભાનું પહેલું બજેટ રજૂ કરશે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT