ભાજપના નેતાએ અપક્ષ ઉમેદવાર સાથેની મિત્રતા અંગે કર્યો ઘટસ્ફોટ, કહ્યું- હું ભાજપ…
વિરેન જોશી/ પંચમહાલઃ ભાજપ છોડી અપક્ષ ઉમેદવારી કરનારા જે પી પટેલના સમર્થનમાં પંચમહાલ સાંસદ તેમજ તેમના અંગત માણસો હોવા અંગેના આક્ષેપો બાબતે સાંસદ રતનસિંહ રાઠોડે…
ADVERTISEMENT
વિરેન જોશી/ પંચમહાલઃ ભાજપ છોડી અપક્ષ ઉમેદવારી કરનારા જે પી પટેલના સમર્થનમાં પંચમહાલ સાંસદ તેમજ તેમના અંગત માણસો હોવા અંગેના આક્ષેપો બાબતે સાંસદ રતનસિંહ રાઠોડે પત્રકાર પરિષદમાં ઘટસ્ફોટ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ભાજપ છોડી અપક્ષ ઉમેદવારી કરનારા અપક્ષ ઉમેદવાર જે પી પટેલ દ્વારા રતનસિંહ રાઠોડ તેમના મિત્ર છે તેમ પ્રચાર કરવામાં આવે છે. તે બાબતે સાંસદ રતનસિંહ રાઠોડે ખુલાસો આપતા જણાવ્યું હતું કે હું તેમનો મિત્ર છું પણ….
BJP ગુજરાતમાં સરકાર બનાવશે…
રતનસિંહ રાઠોડે કહ્યું કે હું ભાજપનો સાંસદ છું અને ભાજપ મારી માતા છે. હું માતા સાથે એટલે કે ભાજપ પાર્ટી સાથે ગદ્દારી કરવાનું વિચારી પણ ન શકું. તેમજ જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી હું મહીસાગર જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠક તેમજ પંચમહાલ જિલ્લામાં આવતા વિસ્તારોમાં પ્રચાર કરવા ગયો હતો. આ દરમિયાન ખાસ લુણાવાડા વિધાનસભા બેઠકમાં જ્યારથી જીજ્ઞેશ સેવકને ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા તે પહેલાથી હું તેમની સાથે છું અને સાથે રહેવાનો છું. ભાજપ જ્યારે ગુજરાતમાં સરકાર બનાવી રહી છે ત્યારે લુણાવાડા વિધાનસભા બેઠક ભાજપ જીત્યા વગર કેમ બાકી રહે તેમ પણ જણાવ્યું હતું.
પૂર્વ નેતાને પાર્ટીમાંથી કેમ દૂર કરાયા…
ત્યારપછી સાંસદના મિત્ર અજય દરજી જેવી રીતે જેપી પટેલનો પ્રચાર કરી રહ્યા હતા એ મુદ્દે સાંસદે ખુલાસો કર્યો છે કે અજય દરજી મારા મિત્ર હતા પરંતુ છેલ્લા ત્રણ માસથી તેઓ મારી સાથે નથી અને પાર્ટી વિરુદ્ધ કામ કરતા તેમને પાર્ટીમાંથી દૂર કરવામાં આવ્યા છે. સાંસદ રતનસિંહ રાઠોડે તેમ પણ જણાવ્યું હતું કે અજય દરજી એ ભરોસા પાત્ર વ્યક્તિ નથી અને હવે તે મારી સાથે જોવા પણ નહીં મળે.
ADVERTISEMENT
ભાજપને સપોર્ટ દર્શાવ્યો…
આની સાથે જ રતનસિંહ રાઠોડે ભાજપના ઉમેદવાર જીજ્ઞેશ સેવકને મત આપવા માટે અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે લુણાવાડા વિધાનસભા બેઠક પર પૂર્વ ભાજપ નેતા દ્વારા પાર્ટી છોડી અપક્ષ ઉમેદવારી કરાતા લુણાવાડામાં રાજકારણ ગરમાયુ છે. આ બેઠક પર ત્રિપાખીઓ જંગ ખેલાશે ત્યારે એ જોવું રહ્યું કે લુણાવાડા વિધાનસભા બેઠક પર કોણ બાજી મારે છે.ઉલ્લેખનીય છે કે લુણાવાડા વિધાનસભા બેઠક પર પૂર્વ ભાજપ નેતા દ્વારા ભાજપ છોડી અપક્ષ ઉમેદવારી કરતા લુણાવાડા રાજકરણ ગરમાયુ છે અને આ બેઠક પર ત્રિપાખીઓ જંગ ખેલાશે ત્યારે એ જોવું રહ્યું કે લુણાવાડા વિધાનસભા બેઠક પર કોણ બાજી મારે છે.
ADVERTISEMENT