આમ આદમી પાર્ટીએ લોકસભાની ચૂંટણી પહેલા પાર પાડ્યો મોટો ખેલ, સંગઠનમાં કર્યો આ ફેરફાર
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પૂરી તાકાત લગાવી દીધી હતી.પરંતુ ગુજરાતમાં કેજરીવાલનો જાદુ ચાલ્યો ન હતો. ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટીએ અનેક ગેરેન્ટી…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પૂરી તાકાત લગાવી દીધી હતી.પરંતુ ગુજરાતમાં કેજરીવાલનો જાદુ ચાલ્યો ન હતો. ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટીએ અનેક ગેરેન્ટી આપી પરંતુ ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને 182 બેઠકો માંથી ફક્ત 5 બેઠકો પર જ નેતૃત્વ કરવાનો મોકો આપ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાતના સંગઠનમાં મહત્વના ફેરફાર કર્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા હવે આમ આદમી પાર્ટીએ હવે વિધાનસભા વાઇઝ પ્રમુખની યાદી જાહેર કરી છે.
આમ આદમી પાર્ટીએ આવનાર સ્થાનિક સ્વરાજ અને લોકસભાની ચૂંટણીને લઈ અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. સંગઠનમાં સતત ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીએ આજે વિધાનસભાના અધ્યક્ષોના નામ જાહેર કર્યા છે. મોટાભાગના નામ વિધાસનભા ચૂંટણી લડનારના જ નામ અધ્યક્ષ તરીકે જાહેર કર્યા છે.
જાણો કોના નામ થયા જાહેર
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
આ પણ વાંચો: પોલીસ બનવાની ઈચ્છા ધરાવતી યુવતી રાજકોટમાં ડ્રગ્સ સાથે ઝડપાઇ, અગાઉ ડ્રગ્સ લેતા ઝડપાઇ હતી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 5 ઉમેદવારોનો જ વિજય થયો છે.
વીસાવદર સીટ પરથી ભૂપેન્દ્ર ભાયાણી ચૂંટણી જીત્યા
ગારિયાધાર બેઠક પરથી સુધીર વાઘાણી ચૂંટણી જીત્યા
જામજોધપુર બેઠક પરથી હેમંત આહીર ચૂંટણી જીત્યા
બોટાદ બેઠક પરથી ઉમેશ મકવાણા ચૂંટણી જીત્યા
ડેડીયા પાડા બેઠક પરથી ચૈતર વસાવા ચૂંટણી જીત્યા
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT