ઠાકોર સમાજ ભાજપ અને કોંગ્રેસથી નારાજ! ડીસામાં નવાજૂનીનાં એંધાણ જણાયા…
ડીસાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસથી ઠાકોર સમાજ નારાજ હોવાના અહેવાલ મળી રહ્યા છે. અહીં ડિસાના જોરાપુરા ગામ…
ADVERTISEMENT
ડીસાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસથી ઠાકોર સમાજ નારાજ હોવાના અહેવાલ મળી રહ્યા છે. અહીં ડિસાના જોરાપુરા ગામ ખાતે ઠાકોર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ હતો. જેમાં પાંચ હજારથી વધુ લોકો જોડાયા હતા ત્યારે અહીં ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઠાકોર સમાજની અવગણના કરાઈ હોવાનો વંટોળ ફુંકાયો હતો. જેને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી શકે છે.
અપક્ષ ઉમેદવાર નક્કી કરાશે
ઉલ્લેખનીય છે કે ડીસાના જોરાપુરા ગામ ખાતે ઠાકોર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 5 હજારથી વધુ લોકોએ હાજરી આપી હતી. ત્યારે અહેવાલો પ્રમાણે ઠાકોર સમાજ દ્વારા જ અપક્ષ ઉમેદવારની પસંદગી થશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. લેબજી ઠાકોર અને ભરત ધૂંખે અપક્ષ ઉમેદવારી નોંધાવી દીધી છે. ત્યારે હવે આગામી સમયગાળમાં કોને સમર્થન મળશે એ ઠાકોર સમાજ જ નક્કી કરશે.
ભાજપ-કોંગ્રેસે અવગણના કર્યાનો વિવાદ
અત્યારે ડીસા ખાતેના સ્નેહમિલન કાર્યક્રમમાં ચૂંટણીલક્ષી પણ ચર્ચા થઈ હોવાના અહેવાલો મળ્યા છે. વળી ઠાકોર સમાજમાં અત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા અવગણના કરાઈ હોવાનો સૂર પણ પ્રસર્યો છે. નોંધનીય છે કે આ મુદ્દે ઠાકોર સમાજમાં રોષ ફેલાયેલો છે. જેથી કરીને હવે અવગણનાની અસર ચૂંટણી પર કેવી થાય એ જોવાજેવું રહેશે.
ADVERTISEMENT
With Input: ધનેશ પરમાર
ADVERTISEMENT