INDW vs AUSW Test Cricket : ભારતીય મહિલા ટીમે રચ્યો ઈતિહાસ, ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી આપી હાર

ADVERTISEMENT

gujarattak
social share
google news
INDW vs AUSW Test Cricket  : ભારતીય મહિલા ટીમે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવીને ઈતિહાસ રચ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે મહિલા ટીમની આ પ્રથમ જીત છે. અગાઉ બંને ટીમો વચ્ચે કુલ 11 મેચ રમાઈ હતી જેમાં ઓસ્ટ્રેલિયા 4 મેચ જીતી અને 6 મેચ ડ્રો રહી હતી. આ ટેસ્ટ મેચ જીતવા માટે ભારતને માત્ર 75 રનનો ટાર્ગેટ હતો. સ્મૃતિ મંધાનાની 38 રનની શાનદાર ઇનિંગના આધારે ભારતે મોટી જીત નોંધાવી હતી. આ જીત લાંબા સમય સુધી યાદ રહેશે.

ભારતીય ટીમનું બોલિંગ-બેટિંગમાં ઘાતક પ્રદર્શન

ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં ભારતીય સ્ટાર બોલર સ્નેહ રાણાએ 4 વિકેટ લીધી હતી જ્યારે રાજેશ્વરી ગાયકવાડ અને કેપ્ટન હરમનપ્રીત કૌરે 2-2 વિકેટ ઝડપી હતી, જેના કારણે ઓસ્ટ્રેલિયાઓને ઘૂંટણિયે પડી જવાની ફરજ પડી હતી. ઓસ્ટ્રેલિયાના 219 રનની સામે ભારતે પ્રથમ દાવમાં સ્મૃતિ મંધાના (74), રિચા ઘોષ (52), જેમિમાહ રોડ્રિગ્સ (73) અને દિપ્તી શર્મા (78)ની અડધી સદીના કારણે બોર્ડ પર 406 રન બન્યા હતા. ભારતે પ્રથમ દાવ બાદ ઓસ્ટ્રેલિયા પર 187 રનની લીડ મેળવી હતી.

ભારતે ચોથા દિવસે જે મેળવી જીત

બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ 261 રન બનાવી ઓલાઉટ થઈ હતી. મેકગ્રાથે સૌથી વધુ 73 રન બનાવ્યા હતા. એલિસા પેરીએ 45 રન અને મૂનીએ 33 રન બનાવ્યા હતા. મળેલા ટાર્ગેટનો પીછો કરતાં ભારતે 18.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 75 રનનો ટાર્ગેટ હાંસલ કરીને ટેસ્ટ મેચ જીતી લીધી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT